Western Times News

Gujarati News

અંજીરનો ભાવ ૧,૮૦૦ રૂ. -ગ્રીન પીસ્તા ૧,૯૦૦ રૂ.: સપ્લાય ઘટતા ભાવમાં વધારો

(એજન્સી)વડોદરા, અફઘાનિસ્તાનમાં અનેકવીધ કારણોસર અંજીરનો પાક ઓછો ઉતરતા ડિમાન્ડ સામે સપ્લાય ઘટતા અંજીરનો ૧ કિલોના ભાવ રૂ.૧,૮૦૦ને આંબી ગયો છે. આ સાથે અખરોટ-ગ્રીન પીસ્તાનો ભાવ પણ વધવા પામ્યો છે. Fig prices rise to 1,800 – Green pistachio to 1,900: Prices surge as supply dwindles

અફઘાનિસ્તાનમાં ઋતુચક્ર ખોરવવા સાથે કુદરતી આપત્તિ સર્જાતા અંજીરનો પાક ઓછો ઉતર્યો છે. જયારે, બીજી બાજુ લગ્નસરાની મોસમ, ઉત્સવો સહીત શુભપ્રસંગોમાં અંજીરની માગમાં ધરખમ વધારો જારી છે. લોકલ માર્કેટમાં નાની સાઈઝના અંજીરનો ભાવ રૂા.૭૦૦ થી ૮૦૦ વચ્ચે રમતો હતો.

જે આ વર્ષે ભાવ રૂા.૧,૦૦૦ થી રૂા.૧,ર૦૦હતો. ભાવ રૂ.૭૦૦ થી ૮૦૦ વચ્ચે રમતો હતો. જે આ વષે રૂ.૭૦૦ થી ૮૦૦ વચ્ચે રમતો હતો. જે આ વર્ષે રૂ.૧,૧૦૦થી ૧,ર૦૦થી સુધી પહોચ્યો છે. રૂા.૧,ર૦૦ના ભાવે ૧ કિલો મળતા હતા જે હવે રૂા.૧,૮૦૦ કે તેથી વધુના ભાવે વેચાય છે.

અફઘાનિસ્તાનથી દિલ્હીંમાં અંજીરની આયાત કરાય છે. અંજીરનો ઉપયોગ ખાવામા, મીઠાઈઓ-આઈસ્ક્રીમ બનાવવા સહીત લગ્નસરા કે શુભપ્રસંગે બનાવવા સહીત લગ્નસરા અંજીર-અખરોટ સહીત સુકામેવાના હલવાના લાઈવ કાઉન્ટરે માગ વધારી દેતા ડિમાન્ડ સામે સપ્લાય ઘટતા ભાવ આસમાને પહોચ્યા છે.

ઈરાનથી આવતા ગ્રીનપીસ્તા રૂા.૧,૪૦૦ ના ભાવે ૧ કિલો મળતા હતા. જે હવે રૂા.૧,૯૦૦ના ભાવે ૧ કિલો મળે છે. અમેરીકા કરતા ઈરાનના પીસ્ત્નો ટેસ્ટ વધુ સારો હોઈ માર્કેટમાં ડિમાન્ડ વધુ રહે છે. પિસ્તાનો ઉપયોગ દુઘ મીઠાઈ, આઈસ્કીમમાં વધ્યો હોઈ માગમાં ધરખમ વધારો નોધાયો છે.

આ મુજબ અખરોટનો ભાવ રૂા.૬૦૦થી વધીને રૂા.૯૦૦ છસુધી પહોચ્યો છે. કેલીફોર્નીયા કરતા કાશ્મીરના કાગજી અખરોટ મોઘા હોવા પાછળનું કારણ તેની અંદરનું પૌષ્ટીક તૈલી દ્રવ્ય અને સ્વાદ કારણભુત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.