Western Times News

Gujarati News

દુકાન ચલાવવી હોય તો 50 લાખની ખંડણી આપવી પડશે તેમ કહી માર માર્યો

પ્રતિકાત્મક

પ્રોટેક્શન મની ન આપતા વેપારી પર છરી અને ધોકા વડે હુમલો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં વધુ એક સીસીટીવી વાયરલ થયા છે, જેમાં અમુક શખ્સો છરી, લાકડી અને ધોકાથી મોબાઈલના વેપારી પર તૂટી પડ્યા છે. અમદાવાદના વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઘોડાસરના પુનિત નગર ક્રોસિંગના જે સમગ્ર બનાવ ગઈ રાત્રીએ બનવા પામ્યો છે.

જો વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલી ફરિયાદની વિગતોની વાત કરવામાં આવે તો વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કમલેશ સમતાણી રાધે મોબાઇલ નામની દુકાન ચલાવે છે અને આ પ્રકારની મોબાઇલની દુકાનો આસપાસના વિસ્તારમાં આ ફરિયાદી કમલેશ સમતાણીને ૪ થી ૫ દુકાનો ચલાવે છે અને મોબાઈલ લે-વેચનો ધંધો કરે છે.

ત્યારે ઈજાગ્રસ્ત ફરિયાદી કમલેશ સમતાણીને છેલ્લા ઘટના દિવસથી જય ગઢવી નામનો ગુનેગાર વોટ્‌સએપ કોલ કરીને ધમકીઓ આપી રહ્યો હતો કે, જો આ વિસ્તારમાં તમારે મોબાઈલની દુકાન ચલાવવી હોય તો ૫૦ લાખની ખંડણી આપવાની રહેશે. ત્યારે ફરિયાદી છેલ્લા ૧૫ દિવસથી ઉત્તરાખંડ ખાતે પરિવાર સાથે ફરવા માટે ગયા હતા અને ગઈ રાત્રીએ જ્યારે ફરિયાદી કમલેશ સમતાણી રાત્રે એક વાગે એરપોર્ટ ખાતે આવ્યા.

ત્યારે જય ગઢવી નામના શખ્સો ફરી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તારી દુકાન રાધે મોબાઈલ ખાતે મળવા માટે આવો ત્યારે ફરિયાદી કમલેશ સમતાણી રાત્રે અઢી વાગ્યાની આસપાસ એકલા રાધે મોબાઇલ ખાતે મળવા માટે ગયા હતા.

જય ગઢવી અને વિશાલ ઉર્ફે ઉલિયો સહિતના ૦૯ શખ્સો એ છરી, લાકડી અને ધોકાથી મોબાઈલના વેપારી ફરિયાદી કમલેશ સમતાણી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થવા પામ્યો હતો.

આરોપીઓ જીવલેણ હુમલો કરીને ઘટનાસ્થળ પરથી ફરાર થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત મોબાઈલના વેપારી કમલેશ સમતાણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખેસડયા હતા. બાદમાં વટવા જીઆઇડીસી પોલીસેને જાણ કરતા પોલીસે ૯ શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

વટવા જીઆઇડીસી પોલીસે જય ગઢવી અને વિશાલ ઉર્ફે ઉલિયો સહિત ૯ શખ્સો સામે જીવલેણ હુમલો, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધીને આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ગેંગનો મુખ્ય આરોપી જય ગઢવી છે.

જે ફરિયાદીની રાધે મોબાઈલ દુકાનની પાછળના ભાગમાં રહે છે અને ૫૦ લાખની ખંડણી માંગી હતી. જય ગઢવી વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદ નોંધાઈ ચુકી છે. ત્યારે વેપારીને વેપાર કરવા માટે ૫૦ લાખની ખંડણી ન આપતા સમગ્ર જીવલેણ હુમલો કર્યો હતો.

આ સમગ્ર બનાવ અંગે ફરિયાદીનો પરિવાર સરકાર પાસે આ બનાવ બાબતે કકડ કાર્યવાહી અને ફરી આવો બનાવ બને તેની આજીજી કરી રહ્યો છે. આ સમગ્ર બનાવ બનતા વટવા જીઆઇડીસી પોલીસની કામગીરીને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે અને આ બનાવથી ગુનેગારોએ વટવા જીઆઇડીસી પોલીસને પડકાર પણ ફેંક્્યો છે. ત્યારે આરોપીઓ પોલીસ ગિરફ્તમાં ક્્યારે આવે છે એ જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.