Western Times News

Gujarati News

જેએનયુમાં બે જૂથ વચ્ચે મારપીટ, કેમ્પસમાં ડંડા લઈને વિદ્યાર્થીઓ જોવા મળ્યાં

નવીદિલ્હી, દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી કેમ્પસમાં એકવાર ફરી મારપીટ થઈ છે. દિલ્હી પોલીસના હવાલાથી સુત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારીમાં બે છાત્રોને ઈજા પહોંચી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિદ્યાર્થીઓના બે સમૂહોને ડંડોની સાથે જાેઈ શકાય છે. ઘટના બાદ કેમ્પસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.જેએનયુ પરિસરની બહાર પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

રિપોર્ટ પ્રમાણે તાપ્તિ હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થીઓનો બીજાે હોસ્પિટલના વિદ્યાર્થીઓનો વિવાદ થયો હતો. બંને તરફથી બહારના લોકોને કેમ્પસમાં બોલાવવાનો પણ આરોપ છે. મહત્વનું છે કે આ પહેલા પણ ઘણીવાર જેએનયૂ કેમ્પસમાં ઘણીવાર ઘર્ષણ થયા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના હવાલાથી સુત્રોએ જણાવ્યું- અમને આ મામલામાં હજુ સુધી કૌઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. લડાઈ બે વિદ્યાર્થી જૂથ વચ્ચે થઈ અને તેમાં કોઈ રાજકીય સમૂહ સામેલ નથી. આ બંને વચ્ચે વ્યક્તિગત વિવાદનો મામલો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જેએનયૂ કેમ્પસમાં મારપીટના ઘણા સમાચાર સામે આવી ચુક્યા છે. આ પહેલા વર્ષ ૨૦૨૨માં જેએનયૂ કેમ્પસમાં થયેલા હુમલામાં જેએનયુએસયુ ની અધ્યક્ષ આઈશી ઘોષ ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ હતી. આઇશી ઘોષ સિવાય ઘણા અન્ય વિદ્યાર્થીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.Hs1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.