ફાઇટરનું હીર આસમાની સોન્ગ રિલીઝ કરાયું
મુંબઈ, દીપિકા પાદુકોણ અને હૃતિક રોશન સ્ટારર ફાઇટર ફિલ્મનું એક બીજુ ગીત રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મનો એક-એક કરીને એમ બધા સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ લુક સામે આવી ચુક્યો છે જે જોઇને ફેન્સને ફિલ્મ જોવાનું એક્સાઇટમેન્ટ વધી ગયુ છે. આ ફિલ્મમાં દીપિકા- હૃતિક રોશન પહેલી વાર સ્ક્રીન સ્પેસ શેર કરશે.
આ માટે ફિલ્મને લઇને લોકોનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. ફિલ્મને રિલીઝ થવામાં હજુ સમય છે ત્યાં ફિલ્મના મેકર્સ સતત ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક પોસ્ટ અને ધમાકેદાર સોન્ગ ફેન્સના મનોરંજન માટે શેર કરતા રહે છે. થોડા સમય પહેલાં આ ફિલ્મથી શેર ખુલ ગએ અને ઇશ્ક જેવા ધમાકેદાર સોન્ગ રિલીઝ થયા હતા.
આ બન્ને સોન્ગને ફેન્સનો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. હવે ફિલ્મ ફાઇટરનું ત્રીજુ ગીત હીર આસમાની પણ રિલીઝ થઇ ગયુ છે. આ ગીત સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે.
તમને જણાવી દઇએ કે હીર આસમાની ભારતીય વાયુસેના અધિકારીઓના અતૂટ જૂનૂન અને સમર્પણના સબૂતના રૂપમાં છે જે આપણી સુરક્ષા કરે છે અને દેશની રક્ષા કરે છે. આ ગીતમાં ફિલ્મના પૂરા સ્ટાર કાસ્ટ જોવા મળી રહ્યા છે જેમાં હૃતિક રોશન, દિપીકા પાદુકોણ, અનિલ કપૂર અને અક્ષય ઓબેરોય નજરે પડી રહ્યા છે.
ગીતમાં તમે જોઇ શકો છો કે બધા ટેકઓફ માટે તૈયાર થતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ગીતમાં વાયુસેના અધિકારીઓના બ્રીફિંગ અને ટ્રેનિંગ સેશન્સની સાથે-સાથે એમના ડાઉનટાઇમ દરમિયાન ક્રી બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. ફાઇટર મુવીનું આ ત્રીજુ સોન્ગ સિંગર બ્રી પ્રાક, વિશાલ દદલાની, શેખર રવજિયાને મળીને ગાયુ છે. આ ગીતનું સંગીત વિશાલ-શેખરની જોડીએ તૈયાર કર્યુ છે અને ગીતના બોલ કુમારે લખ્યા છે. આ ગીતને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
રિલીઝ થતાની સાથે આ ગીત સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે. તમને જણાવી દઇએ કે સિદ્ધાર્થ આનંદે ફાઇટર મુવીનું ડાયરેક્શન કર્યુ છે. જેમાં વાયકોમ ૧૮ સ્ટૂડિયો અને માÂર્ફ્લક્સ પિકચર્સે બનાવ્યુ છે. આ એક્શન ફિલ્મ છે જેમાં હૃતિક રોશન અને દીપિકાએ પહેલી વાર સાથે કામ કર્યુ છે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રિલીઝ થશે.SS1MS