પાનના ગલ્લામાં જોરથી ટેપ વગાડતા બે જૂથ વચ્ચે મારામારી
અમદાવાદ, કઠવાડા દાસ્તાન સર્કલ પાસે પાનના ગલ્લામાં જોરથી ટેપ વગાડતા તેના અવાજના કારણે ગાય ભડકતી હોઈ અવાજ ધીમો કરવાનું કહેતા બે વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બબાલમાં હિંસક મારામારી થઈ હતી. નિકોલ પોલીસે સાત વ્યક્તિ સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યાે છે. કઠવાડામાં રહેતા મેહુલભાઈ ઠાકોરે ઓટો રિક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે.
૨૩ જાન્યુઆરીની મોડી રાતે કઠવાડા દાસ્તાન સર્કલ પાસે ખોડિયાર પાન પાર્લર પાસે ઊભા હતા. પાર્લરમાં તેનો કાકાનો દીકરો નીતિન ટેપ વગાડતો હતો. તેમની સામે રહેતા અપ્પુ ઉર્ફે અર્પિતભાઈ લાલાભાઈ રબારી આવ્યા અને નીતિનને કહ્યું હતું કે તારી દુકાનનું ટેપ ધીમેથી વગાડ મોટા અવાજના કારણે મારી ગાયો ભડકે છે.
નીતિને થોડીવાર પછી ટેપ બંધ કરું છું તેમ કહેતા અર્પિતભાઈ ઉશ્કેરાયા હતા અને ગાળ બોલવા લાગ્યા હતા. ઘટનાની થોડીવાર પછી નીતિન દુકાન બંધ કરતો હતો. ત્યારે અર્પિતભાઈ તેમનો ભાઈ રાહુલ રબારી તથા લાલાભાઈના બે ભાણિયા આવ્યા અને ઝઘડો કરીને લાકડીઓથી મેહુલ અને અન્યોને મારવાનું શરૂ કર્યું હતું.
આ વખતે મેહુલે બૂમાબૂમ કરતા તેના બનેવી વચ્ચે છોડાવવા પડતા તેમને પણ માર માર્યાે હતો. દરમિયાન કોઈએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરતા જતી વખતે અર્પિતભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં મેહુલ અને તેના બનેવીને માથાના ભાગે ઈજા થઈ હોઈ બંનેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં તેમને જાણ થઈ હતી કે તેઓ હોસ્પિટલ આવ્યા ત્યારબાદ અર્પિતભાઈના પિતા લાલાભાઈએ તેમના સબંધી બુધાજી ઠાકોરને લાકડીના ફટકા માર્યા છે. મેહુલે અર્પિતભાઈ રબારી, રાહુલ રબારી, લાલાભાઈ રબારી, અને લાલાભાઈના બે ભાણીયા અને બે અજાણ્યા ઈસમો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SS1MS