ફિલાટેક્સ ફેશન્સની સબ્સિડીયરીને 661 કરોડના એક્સપોર્ટ ઓર્ડર મળ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/Filatex-1024x471.jpg)
હૈદરાબાદ, હૈદરાબાદ સ્થિત મોજાં અને સુતરાઉ ઉત્પાદનોનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની ફિલાટેક્સ ફેશન્સ લી. ની પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લી.ને એક મહિનામાં કુલ રૂ. 661 કરોડની નિકાસનો ઓર્ડર મળ્યો છે.
કંપનીની માઇનિંગ બિઝનેસની સબસિડિયરી ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લી.એ 29 ઓગસ્ટ, 2024ના જાહેરાત કરી કે તેને 1,59,000 ટન માર્બલના સપ્લાય માટે રિપબ્લિક ઓફ ગિની સ્થિત કંપની, સોસિએટે ડિમો તરફથી 5 વર્ષથી વધુ સમયગાળા માટે 43,875,000 ડોલર (રૂ. 368 કરોડ)નો પોલિશ્ડ ટાઇલ્સ નિકાસ કરવાનો ઓર્ડર મળ્યો છે. SDBS એ 14 આફ્રિકન દેશોમાં 5000થી વધુ ડીલર નેટવર્ક સાથે ગ્રેનાઈટ અને માર્બલનું વિતરક છે.
કંપનીની માઇનિંગ સબસિડિયરી માટે આ બીજો નિકાસ ઓર્ડર છે. અગાઉ 26 જુલાઈ, 2024ના રોજ કંપનીને 7 વર્ષના સમયગાળામાં 35 મિલિયન ડોલર (રૂ. 293 કરોડ)ના 2,97,388 મેટ્રિક ટન સફેદ માર્બલના સપ્લાય માટેનો ઓર્ડર મળ્યો હતો. 29 ઓગસ્ટ 2024ના રોજ, કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 966.75 કરોડ છે.
ફિલાટેક્સ ફેશન્સ લી.ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 26 જુલાઈ 2024ના રોજ યોજાયેલી બેઠકમાં શ્રી સુનિલ અગ્રવાલની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેટેગરીમાં કંપનીના એડિશનલ ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિમણૂકને મંજૂરી આપી છે.
કંપનીએ 15 જુલાઇ 2024ના રોજ યોજાયેલી એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગમાં 1 શેરના 5 શેર્સ (5 ફોર-1) સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી હતી. ઇજીએમમાં શેરધારકોની મંજૂરી સુધી કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 1 લેખે રૂ. 850 કરોડના 850 કરોડ ઇક્વિટી શેરમાં વિભાજિત રહેશે.
કંપનીએ રૂ. 5 ની ફેસ વેલ્યુના હાલના 1 ઇક્વિટી શેરના સબ-ડિવિઝનને મંજૂર કર્યું છે જે પ્રત્યેકને રૂ. 1 ના 5 ઇક્વિટી શેરમાં સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી છે. સ્ટોક સ્પ્લિટના હેતુ માટે રેકોર્ડ ડેટ 9 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે.
કંપની પાસે હૈદરાબાદ ખાતે સ્થિત એ અદ્યતન ઉત્પાદન એકમ છે, જેમાં કોરિયા અને ઇટાલીની અદ્યતન મશીનરી સાથે ઇન-હાઉસ આરએન્ડડી સુવિધાઓ છે, જે અગ્રણી બ્રાન્ડ્સના વિવિધ નવા ઓર્ડર સાથે વૃદ્ધિના માર્ગ પર છે. કંપની પાસે 4 એકરમાં ફેલાયેલો આધુનિક અત્યાધુનિક પ્લાન્ટ છે જે દર વર્ષે 8.64 મિલિયન જોડી સોક્સનું ઉત્પાદન કરી શકે છે. કંપની આગળ ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 14 મિલિયન જોડી સોક્સ સુધી વધારવાની યોજના ધરાવે છે.
નાણાંકીય વર્ષ 2023-24 માટે, કંપનીએ રૂ. 8.95 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, કુલ આવક રૂ. 179.02 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન, કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2.56 કરોડ અને કુલ આવક રૂ. 69.59 કરોડ નોંધાઈ હતી.
For more information, visit www.filatexfashions.co.in