ફિલ્મ અભિનેતા હૃતિક રોશને ફાલ્ગુની પાઠક સાથે કર્યા ગરબા

મુંબઈ, હાલ દેશભરમાં નવરાત્રીની ધૂમ છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ ગરબે ઘૂમવાની તક છોડી રહ્યા નથી.
થોડા દિવસ પહેલા જ સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના તેના ફિલ્મના પ્રમોશન માટે મુંબઈમાં ફાલ્ગુની પાઠકની નવરાત્રી ઈવેન્ટમાં પહોંચી હતી જ્યાં તેણે ગરબા કરીને લોકોના દિલ જીતી લીધા હતા. હૃતિક રોશન બોરવલીમાં ફાલ્ગુની પાઠકના કાર્યક્રમમાં પહોંચ્યો હતો.
જ્યાં બંનેએ ગરબા ગીત પર એક પલ કા જીના સોન્ગ પર ડાન્સ સ્ટેપ્સ કર્યા હતા. એક્ટરનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેને વ્હાઈટ ટીશર્ટ, વ્હાઈટ શર્ટ અને ડેનિમમાં જાેઈ શકાય છે. આ સાથે તેણે ગોગલ્સ, કેપ અને શૂઝ પહેરીને રાખ્યા છે.
હૃતિક રોશન જેવો સ્ટેજ પર પહોંચ્યો કે તરત જ લોકોએ જબરદસ્ત ચીચીયારીઓ પાડી હતી. તેણે શરૂઆતમાં ગુજરાતીમાં વાત કરતાં પૂછ્યું હતું ‘કેમ છો? મજામાં? વાહ ભાઈ ભાઈ’. આ સાથે તેણે લોકો તરફથી મળી રહેલા પ્રેમ માટે આભાર માન્યો હતો.
તેણે નવરાત્રીનું મહત્વ પણ સમજાવ્યું હતું. ત્યારબાદ હૃતિક રોશન અને ફાલ્ગુની પાઠકે ગરબા પણ કર્યા હતા, ગરબા કરીને એક્ટર તો ખુશ-ખુશ થઈ ગયો હતો. હૃતિકે ગજબના ડાન્સ મૂવ્સ પણ દેખાડ્યા હતા. ઘરે જતાં પહેલા તેણે ગરબા સ્થળ પર જ્યાં માતાજીનું સ્થાપન કર્યું હતું ત્યાં પોતાનું માથું પણ ટેકાવ્યું હતું
વર્ક ફ્રંટની વાત કરીએ તો, હૃતિક રોશનની સૈફ અલી ખાન સાથેની ફિલ્મ વિક્રમ વેધા હાલમાં જ રિલીઝ થઈ છે અને બોક્સઓફિસ પર તેને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. વિક્રમ વેધા આ જ નામથી બનેલી સાઉથની રિમેક છે, જેમાં આર માધવન અને વિજય સેથુપથી હતા. એક્ટર પાસે અન્ય પણ કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ છે, જેમાં ક્રિશ ૪ અને ફાઈટરનો સમાવેશ થાય છે.
હૃતિક રોશન તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. સુઝેન ખાનને ડિવોર્સ આપ્યા બાદ તે એક્ટ્રેસ, થિયેટર ડિરેક્ટર અને મ્યૂઝિશયન સબા આઝાદને ડેટ કરી રહ્યો છે, જે તેના કરતાં ઉંમરમાં ૧૨ વર્ષ નાની છે. પરિવારે પણ બંનેના સંબંધો સ્વીકારી લીધા છે, સબા ઘણીવાર એક્ટરના પરિવાર સાથે વીકએન્ડ પર ટાઈમ સ્પેન્ડ કરતી જાેવા મળે છે.SS1MS