ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની વેબ સિરીઝ ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડનું ટ્રેલર રિલીઝ
મુંબઈ, બોલિવૂડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ શુક્રવારે આગામી વેબ સિરીઝ ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડનું ટ્રેલર રિલીઝ કર્યું છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે આ વેબ સિરીઝ તેમની ૨૦૨૨ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે કરવામાં આવેલા રિસર્ચ, વીડિયો અને ઈન્ટરવ્યુના આધારે બનાવવામાં આવી છે. Filmmaker Vivek Agnihotri’s web series The Kashmir Files Unreported trailer release
‘ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડ’એ સાત એપિસોડની વેબ સિરીઝ છે જે OTT ડિજિટલ પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થશે. નિર્માતાઓએ શુક્રવારે તેનું ટ્રેલર રિલીઝ કર્યું, જેને વિવેક અગ્નિહોત્રીએ પોતે શેર કર્યું છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ઉંમર ૪૯ વર્ષ છે અને તેમનો જન્મ તારીખ ૧૦ નવેમ્બર, ૧૯૭૩ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા વિવેક અગ્નિહોત્રીના પિતાનું નામ પ્રભુ દયાળ અગ્નિહોત્રી અને માતાનું નામ શારદા અગ્નિહોત્રી છે.
PRESENTING:
A lot of Genocide Deniers, terror supporters & enemies of Bharat questioned The Kashmir Files. Now bringing to you the VULGAR truth of Kashmir Genocide of Hindus which only a devil can question.
Coming soon #KashmirUNREPORTED. Be ready to cry.
Only on @ZEE5India… pic.twitter.com/DgGlnzSKwA
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 19, 2023
વિવેક અગ્નિહોત્રીએ વર્ષ ૧૯૯૭માં એક્ટ્રેસ પલ્લવી જાેષી સાથે લગ્ન કર્યા અને તેઓના સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. વિવેક અગ્નિહોત્રીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશનમાંથી અભ્યાસ કર્યા બાદ વિદેશમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. કરિયરની શરૂઆતમાં વિવેક અગ્નિહોત્રીએ એડ એજન્સીઓ માટે ક્રિએટિવ ડિરેક્ટર તરીકે કામ કર્યું અને પછી વર્ષ ૧૯૯૪માં ટીવી શૉ માટે કામ કરવાનું શરૂ કર્યું.
ત્યારથી તેઓ ડિરેક્શન અને પ્રોડક્શન સાથે જાેડાયેલા છે. વર્ષ ૨૦૦૫માં વિવેક અગ્નિહોત્રીએ ‘ચોકલેટ’ નામની ફિલ્મ બનાવી કે જેમાં અનિલ કપૂર, સુનીલ શેટ્ટી, ઈરફાન ખાન, ઈમરાન હાશ્મી, અરશદ વારસી અને તનુશ્રી દત્તા મુખ્ય ભૂમિકામાં હતા. પણ, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ દેખાડી ના શકી.
ત્યારબાદ વિવેક અગ્નિહોત્રીએ જ્હોન અબ્રાહમ સ્ટારર ફૂટબોલ આધારિત ‘ધન ધના ધન ગોલ’ ફિલ્મ બનાવી અને ત્યારબાદ ‘હેટ સ્ટોરી’, ‘ઝિદ’, ‘બુદ્ધા ઈન ટ્રાફિક જામ’, ‘જૂનુનિયત’ જેવી ફિલ્મો પણ બનાવી. પરંતુ, વિવેક અગ્નિહોત્રીને ખ્યાતિ વર્ષ ૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ તાશ્કંત ફાઈલ્સ’થી મળી. ‘ધ તાશ્કંત ફાઈલ્સ’ માટે વિવેક અગ્નિહોત્રીને બેસ્ટ ડાયલોગ્સનો નેશનલ એવોર્ડ મળ્યો જ્યારે તેમના પત્ની પલ્લવી જાેષીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો.
અત્યારે વિવેક અગ્નિહોત્રીએ બનાવેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની ચારેય તરફ ચર્ચા છે. વિવેક અગ્નિહોત્રી ડિરેક્ટેડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં કાશ્મીર સંબંધિત વિવિધ મુદ્દાઓ જાેવા મળી રહ્યા છે.
કાશ્મીરના મુદ્દે સત્ય ઘટનાઓ પર આધારિત અને પીડિતોની વ્યથા રજૂ કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, પલ્લવી જાેષી, પુનિત ઈસ્સર, દર્શન કુમાર સહિતના કલાકારો છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ટ્રેલર લૉન્ચ દરમિયાન ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘કાશ્મીર સંબંધિત મુદ્દાઓને મોટા પડદે રજૂ કરવા સરળ નહોતું, આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે’.SS1MS