ફિલ્મોએ મને ડિટેચમેન્ટ શીખવાડ્યુંઃ સૈયામી ખેર

મુંબઈ, એક્ટ્રેસ અને એથલીટ સૈયામી ખેરનો દૃષ્ટિકોણ એક્ટિંગ અને રમત-ગમતની સિદ્ધિઓ બંને માટે ઘણો અલગ છે. તેની રમત-ગમતને લગતી સિદ્ધિઓ અંગત છે, જ્યારે ફિલ્મ બાબતે તે ડિટેચમેન્ટના નિયમને અનુસરે છે. છેલ્લે તે ૨૦૨૪માં આવેલી ઓટીટી ફિલ્મ ‘અગ્નિ’માં જોવા મળી. હાલ તે હૈદ્રાબાદમાં શૂટ સની દેઓલ સાથે શૂટ કરી રહી છે.
સૈયામી કહે છે, “ફિલ્મમાંથી હું જે સૌથી મોટી વાત શીખી છું તે છે – ડિટેચમેન્ટ. જ્યારે હું પરફોર્મ કરું અને ફિલ્મ પુરી થાય ત્યારે હું ખુશ થઈ જઉં છું કે મેં મારી જાતનો મહત્તમ ઉપયોગ કર્યાે છે.”સૈયામીએ કહ્યું, “જોકે, ફિલ્મ એક મોટી ટ્ઠડકમર્શિયલ હિટ છે કે નહીં, તેના પર મારી ખુશી આધારિત નથી. કારણ કે એવી ઘણી બાબતો હોય છે, જે તમારા હાથમાં નથી હોતી.
આ ઘણું અઘરું છે પણ મને લાગે છે કે જો તમારું મુલ્ય બોક્સ ઓફિસની સફળતા પર આધારીત હશે તો તમે ગાંડા થઈ જશો.”સૈયામી જર્મન આયર્નમેન ટ્રાએથલોનમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા અભિનેત્રી બની છે. હવે જુલાઈમાં તે બીજી વખત આ ટ્રાએથલોનમાં ભાગ લેવાની છે. તેના માટેની તૈયારીઓ સૈયામી શરૂ કરી ચુકી છે.
તેણે કહ્યું, “જ્યારે તમે તમારી જાત માટે કોઈ રમત પસંદ કરો છો, ત્યારે જીત બહુ અંગત અનુભવ બની જાય છે. દર વખતે એવી કેટલીક સીમાઓ હોય છે, જે તમારે પાછળ છકેલવી પડે. હું તેના માટે મારી જાતને જેટલી આગળ ધકેલી શકું એટલી હું મારી જાતને વધુ સજ્જ સમજું છું. તેથી મારા માટે રમત મારા માટે નાની અંગત જીત છે, તેનાથી મને ઘણી ખુશી મળે છે.”SS1MS