ફાઈનાંન્સ કંપનીના મેનેજરે જ 27 લાખની ફોરેન કરન્સીની ઉચાપત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/05/USA-Dollar.jpg)
(એજન્સી)અમદાવાદ, નવરંગપુરા ખાતેની મુથુટ ફાઈનાન્સ લી.ના ફોરે ને એકિઝકયુટીવ શિવમ ઠકકરે (Muthoot Finance Navrangpura Ahmedabad Gujarat Shivam Thakkar) કંપનીને ૩૧ લાખનો ચુનો લગાવ્યો છે. ર૭ લાખની ફોરેન કરન્સી અને ચાર લાખ મળી કુલ ૩૧ લાખની ઉચાપત કરી હોવાની વિગતો કંપનીના ઓડીટમાં ખુલી હતી જેને પગલે મુથુટ ફાઈનાન્સના એરીયા મેનેજરે નવરંગપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતાં ઈન્સ્પેકટર એ.એ.દેસાઈની ટીમે શિવમની તલાશ આદરી છે.
મુથુટ ફાઈનાન્સ લી.ના એરીયા મેનેજર અજય સાળુંકેએ નવરંગપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. કે થોડા સમય પહેલાં જ તેમની કંપનીનું અમદાવાદ ઓફીસનું ઓડીટ કરવામાં આવ્યું હતું. ઓડીટર વિનય પંચાલે ઓડીટમાં ર૭ લાખની ફોરેન કરન્સી ખુટતી હોવાની જાણ એરીયા મેનેજરને કરી હતી. તેને પગલે એરીયા મેનેજરે તપાસ કરી હતી અને ઓડીટરને સાથે રાખીને ફરી ઓફીસે જઈ ઓડીટ કરાવતાં વધુ ૪ લાખની ઉચાપત ખુલી હતી. આમ કુલ ૩૧ લાખની ઉચાપત થઈ હોવાનું જણાતા તેમણે તપાસ શરૂ કરી હતી.
પ્રાથમીક તપાસમાં એવું જણાવયું હતુ કે, ફાઈનાન્સ લી.માં ફોરેન એકિઝકયુટીવ તરીકે ફરજ બજાવતા શિવમ નિલેશભાઈ ઠકકર રહે. ત્રિપદા એપાર્ટમેન્ટ ઠકકરનગરની પુછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ આપ્યા નહોતા. કંપનીના હોદેદારોએ આ બાબતે નવરંગપુરા પોલીસ મથકે ફરીયાદ નોધાવી છે. પ્રાથમીક તપાસમાં એવું ધ્યાને આવ્યું છે. કે શિવમ ઠકકર જયારે કંપનીમાં કોઈ ફોરેન કરન્સી જમા થાય તો તે જમા થઈ હોવાની ઓનલાઈન એન્ટ્રી કરતો હતો.
પરંતુ કરન્સી જમા કરાવતો નહોતો. આ ઘટના બાદ શિવમ ઠકકર વિરૂધ્ધ પોલીસે ફરીયાદ નોધી તેને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. નવરંગપુરાના ઈન્સ્પેકટર એ.એ. દેસાઈએ આ કેસમાં શિવમને ઝડપી લઈ કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.