Western Times News

Gujarati News

3.70 લાખ કરોડનું વિક્રમી અંદાજપત્ર નાણાંમંત્રીએ ગૃહ સમક્ષ રજૂ કર્યુ

AIનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વધારવા રાજ્ય સરકારે નિષ્ણાતોનો સમાવેશ કરી AI Taskforceની રચના કરી છે.

ગાંધીનગર, આ વર્ષ અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિનું વર્ષ છે. એમના “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા(સ્ટેચ્યુ ઓફ યુનિટી)ના માધ્યમ દ્વારા શ્રેષ્ઠ શ્રધ્ધાંજલી આપેલ છે. જન્મજયંતી વર્ષના અનુસંધાને યોજાતા કાર્યક્રમો યુવાનોમાં એકતા, દ્રઢતા અને દેશપ્રેમની ભાવના જગાવશે.

ડૉ.બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્માણ પામેલ આપણું મહામૂલું ભારતીય બંધારણ અને તેમાં સમાવિષ્ઠ મૂલ્યો ભારતીય અસ્મિતાનું દર્શન કરાવે છે. ભારતીય બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા બંધારણના આ અમૃત પર્વની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે.

રાજ્ય સરકારના 5.14 લાખ પેન્‍શનરોને ઘર આંગણે હયાતીની ખરાઇ ઓનલાઇન વિનામૂલ્યે થશે

ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનું આ જન્મ શતાબ્દી વર્ષ છે. જેના ઉપલક્ષમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીજીએ સ્વ.અટલજીની સુરાજ્ય ક્રાંતિને આગળ ધપાવીને ગુડ ગવર્નન્‍સની દિશા આપી છે. રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરું છું.

એકસપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ 1020 કરોડની જોગવાઇ

અમારી સરકાર આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ(AI) નો ગવર્નન્સમાં મહત્તમ ઉપયોગ કરી લોકોને “ઇઝ ઓફ લીવીંગ” પૂરું પાડવા સંકલ્પબદ્ધ છે. AIનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વધારવા રાજ્ય સરકારે નિષ્ણાતોનો સમાવેશ કરી AI Taskforceની રચના કરી છે. ગુજરાતને AI Hub બનાવવા અને ટેકનોલોજી આધારિત ગવર્નન્‍સમાં અગ્રેસર બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.

સુરત ઇકોનોમિક રીજીયન(SER) સહિત કુલ છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે

વિકસિત ગુજરાત-૨૦૪૭ થકી વિકસિત ભારત-૨૦૪૭નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ ૨૦૨૫-૨૬નું ₹૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ નાણાંમંત્રીએ રજૂ કરું છું.

 

આવાસ યોજનામાં 1.20 લાખની સહાયમાં મકાનદીઠ 50 હજારના વધારાની જાહેરાત

 

ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮% યોગદાન આપે છેઃ નાણા મંત્રી કનુભાઇ દેસાઇ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.