ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે ગો ડિજિટ ઇન્સ્યોરન્સ સાથે પાર્ટનરશિપ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/fincare-small-finance-scaled.jpg)
મુંબઈ, સ્માર્ટ બેંકિંગ સોલ્યુશનો પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી અદ્યતન રુર્બન બેંક ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકએ ગો ડિજિટ ઇન્સ્યોરન્સ સાથે એના જોડાણની જાહેરાત કરી હતી. આ પાર્ટનરશિપ સાતે ફિનકેર SFB હવે ગ્રાહકોની મહત્ત્વપૂર્ણ નાણાકીય સુરક્ષાની જરૂરિયાત પૂર્ણ કરવા સક્ષમ બનશે અને એના લક્ષિત ગ્રાહક વર્ગોને વીમાની સેવાઓ પૂરી પાડશે.
બાઇટ-સાઇઝ ઉત્પાદનો, જે ખાસ કરીને ડિજિટલ બેંકિંગ ગ્રાહકો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યાં છે, એ ઓન-બોર્ડ આવવાની પ્રક્રિયાને સરળ બનાવવાની સાથે ઊંચા મૂલ્ય ધરાવતા વીમા ઉત્પાદનો પૂરાં પાડશે.
આ પાર્ટનરશિપ પર ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઇઓ શ્રી રાજીવ યાદવે કહ્યું હતું કે, “ફિનકેરમાં અમારી તમામ પહેલોના કેન્દ્રમાં ગ્રાહક છે. આ પાર્ટનરશિપ અમને અમારા ગ્રાહકો સાથે સંબંધને મજબૂત કરવામાં મદદ કરશે અને તેમને સૌથી વધુ જરૂર હોય ત્યારે વીમાની જરૂરિયાતો પૂર્ણ કરશે. અમારા ઇનોવેટિવ ડિજિટલ સોલ્યુશનો સાથે ગો ડિજિટના ડિજિટલ અનુભવ સાથે અમારો ઉદ્દેશ સ્માર્ટ પસંદગીઓ કરવા ગ્રાહકોને સક્ષમ બનાવવાનો છે.”
ડિજિટ ઇન્સ્યોરન્સના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર જસ્લીન કોહલીએ કહ્યું હતું કે, “અમારું ગોડિજિટમાં મિશન વીમાની પ્રક્રિયાને સરળ બનાવવાનું અને ગ્રાહકોને ખરેખર જરૂર હોય એવા ઉત્પાદનો બનાવવાનું છે. હાલ આંતરરાષ્ટ્રીય સ્થિતિસંજોગોને ધ્યાનમાં રાખીને અમે કોઈ પણ અભૂતપૂર્વ કટોકટી સામે લોકોને કવચ પૂરો પાડવાનો પ્રયાસ કરીએ છીએ અને તેમને તેમની એસેટ જાળવવામાં મદદ કરીએ છીએ.
આ પાર્ટનરશિપ સાથે અમને ફિનકેરના ગ્રાહકોને અર્થપૂર્ણ ઉત્પાદનો ઓફર કરવાની આશા છે. અમને ખુશી છે કે, ફિનકેર લોકોના જીવનમાં પરિવર્તન લાવવા અને પ્રક્રિયાઓને સરળ બનાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા સમાન દ્રષ્ટિકોણ ધરાવે છે. એની પાછળનો વિચાર આ અનિશ્ચિત સમયમાં પોતાની એસેટ સરળ વીમા સાથે જાળવવાનો છે.”
આ પાર્ટનરશિપ અંતર્ગત અત્યારે ઓફર થતી પ્રોડક્ટ્સમાં સામેલ હશેઃ
· ડિજિટની મોટર વીમા પોલિસીઓ, જેમાં ગ્રાહકો અકસ્માતો, આગ, કુદરતી આફતો વગેરે સામે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર એમ બંને માટે પસંદગી કરી શકે છે
· ઘર અને દુકાન માટે વીમા પોલિસીઓ, જેમાં ગ્રાહકો આગ, કુદરતી આફતો વગેરે સામે તેમના માળખા અને સામગ્રી એમ બંને પર વીમાકવચ મેળવી શકે છે
ડિજિટ ઓડિયો ક્લેઇમ્સ, સોફ્ટ-કોપી ડોક્યુમેન્ટ સબમિશન અને 24*7 કસ્ટમર કેર સહાય દ્વારા ઝીરો-ટચ ક્લેઇમ્સ પણ ઓફર કરે છે.