નડિયાદમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા ૪૫ વાહનોના માલિકોને દંડ ફટકાર્યા
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ ટાઉન પોલીસ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત અભિયાનમાં આજે શહેરમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી આ ચેકિંગમાં ૪૫ વાહનોને દંડ પડકાર્યો છે જ્યારે ૧૦ વાહનોને ડીટેઇન કર્યા છે જેના લઈને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોને અનુસરતા થઈ ગયા છે
હજુ પણ આવનાર સમયમાં આ અભિયાન ચાલુ રહે તેવી શક્યતા દેખાય છે સાથે સાથે પોલીસે બસ સ્ટેન્ડ ને લઇ સંતરામ રોડ સુધી રોડની બંને સાઈડ એ લારી તેમજ વાહન મુકવામાં આવતા હતા તેને પણ હટાવીને રસ્તા ખુલ્લા કર્યા હતા.
નડિયાદ ટાઉન પોલીસ દ્વારા આજે ટ્રાફિકને લઈને એક ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી ભરવાડ તથા સ્ટાફ અને ટ્રાફિકના જવાનો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી સંતરામ રોડ સુધી વાહન ચેકિંગ રાખવામાં આવ્યું હતું જેમાં ટુ-વ્હીલરોને નંબર પ્લેટ ના હોય અને તૂટી ગયેલ નંબર પ્લેટ હોય તેવા અને નો ર્પાકિંગમાં ર્પાકિંગ કરેલા વાહનોને દંડ કરવામાં આવ્યો હતો
જેમાં ટુવિલર થ્રી વ્હીલર ફોરવહીલર મળી ફૂલ ૪૫ જેટલા વાહનોને રૂ. ૧૮ ૧૦૦ સો નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ૧૦ જેટલા વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. આ અંગે નડિયાદ ટાઉન પીઆઇ એમબી ભરવાડે જણાવ્યું હતું કે આપ આપના વાહનો ગમે ત્યાં પાર્ક ના કરવા અને પોતાના વાહનની નંબર પ્લેટ તૂટેલી હોય તો તાત્કાલિક નવી નખાવી અને વાહનો રોડ પર જ્યાં ત્યાં પાર્ક કરવા નહીં એક વાહનને વારંવાર દંડ થશે તો તેનું લાઇસન્સ રદ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.