Western Times News

Gujarati News

ગોતાથી પકવાન તેમજ જજીસ બંગલો સહીતના વિસ્તારોમાં રોડ પર પાર્કિંગ બદલ દંડ વસુલ કરાયો

પ્રતિકાત્મક

થલતેજ, ગોતાના ૪૮ એકમને પાર્કિંગની વ્યવસ્થા કરવા નોટીસ

(એજન્સી)અમદાવાદ, મ્યુનિ..દ્વારા જાહેર રસ્તા કે ફૂટપાથ પર પાર્ક થતા વાહનોને લોક મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે ઘાટલોડીયા, કારગીલ પેટ્રોલ પંપ ગુજરાત હાઈકોર્ટથી ગોતા ચાર રસ્તા પકવાન તેમજ જજીસ બંગલો સહીતના વિસ્તારોમાં રોડ પર દંડ વસુલ કરવામાં આવ્યો છે એસ્ટેટ વિભાગે ર૧ વાહનોને લોક કર્યા છે.

જયારે ૪૩ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રોડ પર વાહનો વ્યવસ્થિત પાર્ક થાય તે માટે ઘાટલોડીયા, ચાંદલોડીયા, ગોતા બોડકદેવ, તથા થલતેજ વોર્ડના ૪૮ કોમર્શીયલ એકમોને નોટીસ ફટકારીર છે. તાજેતરમાં પશ્ચિમ અમદાવાદમાં આડેધડ પાર્ક થયેલા તેમજ ઘણા સમયથી રોડ પર પડી રહેલા ૭૯૧ વાહનોને નોટીસ આપી હતી.

જયારે રોડ પરથી લારી ગલ્લાઓને પણ દૂર કરી ૩૩ હજારનો દંડ વસુલ કરાયો હતો. આગામી સમયમાં પણ જાહેર રસ્તા પર પાર્ક થતા વાહનોને લોક મારવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ સિવાય ૭૮ લારીઓઅ ૯ર બોર્ડ-બેનર્સ તથા પ૩ર પરચુરણ માલ સામાન ઉપાડીને જપ્ત કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.