Western Times News

Gujarati News

ફાઇનાન્શિયલ સુપરએપ ‘Jumpp’ બેંકિંગ સર્વિસીઝ ઓફર કરતી યસ બેંક સાથે ભાગીદારી કરી

ફિનવેસિયાનો ભારતની પહેલી એઆઈ-સંચાલિત ફાઇનાન્શિયલ સુપરએપ ‘Jumpp’ સાથે ગુજરાત પર મોટો મદાર

 અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય વિસ્તારોમાં હાજરી વિસ્તારી

 અમદાવાદ, 27 ફેબ્રુઆરી, 2025 – મોહાલીમાં મુખ્ય મથક ધરાવતી વૈશ્વિક કંપની ફિનવેસિયા તેના નવા લોન્ચ કરેલા પ્લેટફોર્મ ‘Jumpp’ સાથે ગુજરાતમાં મજબૂત કામગીરી આગળ વધારી રહી છે. ‘Jumpp’ એ ભારતની પ્રથમ એઆઈ સંચાલિત ફાઇનાન્શિયલ સુપરએપ છે. યસ બેંક સાથેની ભાગીદારીમાં વિકસાવાયેલી ‘Jumpp’ બેંકિંગ, સેવિંગ્સ, પેમેન્ટ્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ અને ક્રેડિટને એક સિંગલ, સરળ પ્લેટફોર્મમાં સંકલિત કરે છે.

 ગુજરાતની મજબૂત ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ છતાં ડિજિટલ બેંકિંગ અપનાવવામાં ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. એનએસએસઓના મતે 15 વર્ષથી ઉપરના માત્ર 30 ટકા રહીશો જ સક્રિયપણે નેટ બેંકિંગનો ઉપયોગ કરે છે જે સહજ હોય તેવા ડિજિટલ સોલ્યુશન્સ માટેની જરૂરિયાત દર્શાવે છે. ‘Jumpp’ અંગ્રેજી અને હિન્દીમાં તેના બહુભાષીય એઆઈ ઇન્ટરફેસ સાથે આ અંતરને દૂર કરે છે અને ફાઇનાન્શિયલ સર્વિસીઝને સરળ તથા સમાવેશક બનાવે છે.

યસ બેંકના સ્કેલેબલ બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સંકલિત કરવાથી ‘Jumpp’ એપ્લિકેશન થકી યુઝર્સ થોડી જ મિનિટોમાં બચત ખાતા ખોલી શકે છે જે પરંપરાગત બેંકિંગની જટિલતાઓ દૂર કરે છે.

 ગુજરાતમાં ડિજિટલ જોડાણ વધી રહ્યું છે અને સમૃદ્ધ ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમ સાથે ‘Jumpp’ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને મહત્વની નાણાંકીય પહોંચના પડકારોનું સમાધાન કરે છે. આ અંતરને દૂર કરીને પ્લેટફોર્મનો ઉદ્દેશ બેંકિંગ અને રોકાણોને વધુ સાહજિક અને વ્યાપકપણે સુલભ બનાવવાનો છે.

 “‘Jumpp’ એ કેવળ એપ જ નથી. તે નાણાંકીય સમાવેશને પુનઃવ્યાખ્યાયિત કરવા તરફનું એક પગલું છે. એઆઈ સંચાલિત નવીનતા અને સહજ ઇન્ટરફેસ થકી અમે ઐતિહાસિક રીતે સુવિધાઓથી વંચિત લોકોને નાણાંકીય સેવાઓ પૂરી પાડી રહ્યા છીએ.

ડિજિટલ સેવાઓ અપનાવવાના મજબૂત વલણ અને ઉદ્યોગસાહસિકતાની ભાવના સાથે ગુજરાત અમારા માટે એક મહત્વનું માર્કેટ છે અને અમે સમગ્ર રાજ્યના યુઝર્સને સશક્ત બનાવવા માટે રોમાંચિત છીએ”, એમ ‘Jumpp’ ના કો-ફાઉન્ડર અને સીઈઓ સર્વજીત સિંહ વિર્કે જણાવ્યું હતું.

 ‘Jumpp’ ની એઆઈ-સંચાલિત સિસ્ટમ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને સરળ બનાવે છે, જે વધુ સ્માર્ટ, વિશિષ્ટ અને સમાવેશક અનુભવ પૂરો પાડે છે. યુઝર્સ વોઇસ કે ટેક્સ્ટ થકી વાતચીત કરી શકે છે જે સરળ બેંકિંગ અને રોકાણ વ્યવહારો સુનિશ્ચિત કરે છે.

 આ પ્લેટફોર્મ નાણાંને વધુ સરળ રીતે મેનેજ કરવા માટે એડવાન્સ્ડ એઆઈનો ઉપયોગ કરે છે. યુઝર્સ સવાલો પૂછી શકે છે અને અંગ્રેજી તથા હિન્દીમાં મદદ મેળવી શકે છે. તે ખર્ચ કરવાની આદતોનો અભ્યાસ કરે છે અને પર્સનલાઇઝ્ડ રીતે નાણાં બચાવવાની ટિપ્સ આપે છે. દરેક ભલામણ સ્પષ્ટ હોય છે અને સમજી શકાય તેવી હોય છે. તે સ્માર્જ બજેટ સલાહ સાથે આગોતરા આયોજનમાં પણ મદદ કરે છે જેનાથી નાણાંકીય નિર્ણયો લેવાનું સરળ અને ચિંતામુક્ત બને છે.

 ખર્ચ કરવાની વર્તણૂંક અને બજારની ગતિશીલતાનું વિશ્લેષણ કરીને એપ વિશિષ્ટ કસ્ટમાઇઝ્ડ ઇનસાઇટ્સ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ ટિપ્સ અને વ્યૂહાત્મક રોકાણ માર્ગદર્શન પૂરું પાડે છે. પ્લેટફોર્મની એઆઈ ક્ષમતાઓ પારદર્શકતા અને વિશ્વાસ વધારે છે જે યુઝર્સને સ્પષ્ટ, ડેટા આધારિત નાણાંકીય આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે જેનાથી માહિતગાર નિર્ણયો લઈ શકાય છે.

 જાન્યુઆરી 2026 સુધીમાં 1 મિલિયન યુઝર્સને ઓનબોર્ડ કરવાના વિઝન સાથે ‘Jumpp’ સમગ્ર ગુજરાત અને અન્ય વિસ્તારોમાં નાણાંકીય પહોંચને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે અને સુરક્ષિત, કાર્યક્ષમ અને ઝંઝટમુક્ત મની મેનેજમેન્ટ સુનિશ્ચિત કરે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.