641 કરોડનું કૌભાંડ કરનાર બે માસ્ટર માઈન્ડ સહિત ૬ સામે FIR

ઈન્કમટેક્ષ ભરવો ન પડે તે માટે ઉઝા એપીએમસીનું કમીશન એજન્ટ તરીકે ખોટું લાઈસન્સ બનાવ્યું હતું.
અમદાવાદ, અમદાવાદમાં રહેતા ચાર શખ્સોએ ઈન્કમટેક્ષ ભરવો ન પડે તે માટે ઉઝા એપીએમસીનું કમીશન એજન્ટ તરીકે ખોટું લાઈસન્સ બનાવ્યું હુતં. આટલું જ નહી ખોટા લાઈસન્સને સાચા તરીીકે દર્શાવીને અલગ અલગ બેકમાં એકાઉન્ટ ખોલાવીને ૬૪૧ કરોડથી વધુનું ટ્રાન્ઝેકશન કર્યું હતું.
મેમનગરના પૂર્વ ટાવરમાં રહેતા રુતુલ મનુભાઈ પટેલે તેના મામા દીકરા ધારક પટેલને કહયું કે ઉઝા એપીએમસીમાંથી લાયસન્સ મેળવીને આપણે બંને ભેગા મળી જીરૂ, વરીયાળી, તેમજ અનાજનો મોટાપાયે ખરીદ વેચાણ કરી એક કરોડના ટ્રાન્ઝેકશન પેટે રૂ.૧૦ હજાર કમીશન આપવાની લાલચ આપી હતી.
જેથી ધારકે પોતાના ડોકયુમેન્ટ આપીનેબેકમાં એકાઉન્ટ ખોલાવયું હતું બેકની ચેક બુકમાંથી ૧પ જેટલા ચેકોમાં રુતુલે સહીઓ કરી રૂા.૧૩૦ કરોડનું ટ્રાન્ઝેકશન કર્યું હતું. જેની જાણ ધારક પટેલને ઈન્કમટેક્ષ નોટીસ પાઠવતા થઈ હતી. મહાઠગ ઉદય મહેતાએ હેબતપુર પર આવેલ ટ્રીનીટી કોમ્પલેક્ષના ૪ માળે ઓફીસ રાખી હતી.
ત્યાં આરોપી રૂતુલ ધાક ચીન્મય પટેલ અને મૌલીક પારેખ આ કૌભાંડમાં સામેલ હતા. તેઓની ઓળખાણ ઉદયે યોગેશ મોદીને કહયું કે તારૂ એપીએમસીમાં બ્રોકરેજનું લાયસન્સ મેળવીને ઉચ્ચક દલાલી આપવાનું નકકી કરીશને ડોકયુુમેન્ટ મેળવ્યા હતા. બાદમાં યોગેશનું લાયસન્સ મેળવીને વસ્ત્રાપુર ખાતે બેકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું.
અઢી મહીનાના સમયમાં યોગેશના એકાઉન્ટમાં ર૪૧ કરોડ રૂપિયાનું ટ્રાન્જેકશન કરીને માત્ર ૧.પ૦ લાખ રૂપિયા દલાલી આપી હતી. ચીન્મય પટેલ સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. આ ઉપરાંત રુતુલ પટેલે મૌલીકને કહયું કે, અમારા વેપારીઓના ત્યાં ઈન્કમટેક્ષના દરોડા પાડયા છે. તેમાં તમારૂ પણ નામ ખુલે તેમ છે.
જેથી તમે થોડા સમય માટે બહાર ફરવા જતા રહો અઅને તમારો હિસાબ ઉદય મહેતાને આપી દીધો છે. તેમ કહીને તેના એકાઉન્ટમાંથી ર૬૦ કરોડનું ટ્રાન્ઝેકશન કર્યું હતું. ચારેય કમીશન એજન્ટોને ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટની નોટીંસ મળતા જાણ થઈ હતી. કે, તેમના નામે ઠગાઈ થઈ છે. આ અંગે પીઆઈ યુવરાજસિંહ વાઘેલાએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં છ સામે ઠગાઈની ફરીયાદ નોધાવી છે.