Western Times News

Gujarati News

પ્રથમદર્શીય પુરાવા હોય તો એફઆઈઆર રદ ના કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટમાં આરોપી સામે અપ્રમાણિક વર્તણૂકનો આરોપ મૂકવામાં આવેલો હોય અને કોઇ ગુનો બનતો હોવાના પુરાવા હોય ત્યારે એફઆઇઆરને રદ કરીને તપાસને અટકાવી શકાય નહીં.

જસ્ટિસ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની બંનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે ફોજદારી કાર્યવાહી અથવા એફઆઈઆરને રદ કરવાનો નિર્ણય કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઇએ કે એફઆઈઆરના આરોપો અને તપાસ દરમિયાન એકત્રિત કરાયેલા પુરાવાથી આરોપી સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે કે નહીં.

તેથી એફઆઈઆરમાં અપ્રમાણિક વર્તણૂકના આરોપ હોય અને તેના સમર્થનમાં પુરાવા દર્શાવતા હોય કે આરોપીઓ ગુનો કર્યાે છે તો એફઆઇઆર રદ કરીને વધુ તપાસને અટકાવી શકાય નહીં. સોમજીત મલિક નામના એક વ્યક્તિની અરજીની સુનાવણી કરતી વખતે ૧૪ ઓક્ટોબરે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. ઝારખંડ હાઇકોર્ટે આરોપીઓ સામેની એફઆઇઆરને પહેલી ફેબ્›આરીએ રદ કરી હતી.

હાઇકોર્ટના આદેશને મલિકે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે હતો. મલિકે આરોપ મૂક્યો હતો કે તેમની ટ્રક જુલાઈ ૨૦૧૪થી આરોપીઓના કબજામાં છે અને આરોપીઓ તેનું ભાડું ચુકવ્યું નથી. કુલ રૂ.૧૨.૪૯ લાખ ભાડું બાકી છે.

ખંડપીઠે નોંધ્યું હતું કે આરોપીઓએ ૧૪ જુલાઈ, ૨૦૧૪ અને ૩૧ માર્ચ, ૨૦૧૬ વચ્ચે રૂ.૩૩,૦૦૦ના માસિક ભાડા પર મલિકની ટ્રક ભાડે લીધી હતી, પરંતુ પ્રથમ મહિના પછી ભાડું આપવાનું બંધ કર્યું હતું અને માત્ર ખોટા વચનો આપ્યાં હતાં. આરોપીએ ભાડુ ચુકવ્યું ન હતું અને ટ્રકનો કબજો પોતાની પાસે રાખ્યો હતો.

આવા સંજોગોમાં ટ્રકનું શું થયું તે તપાસનો વિષય છે. જો આરોપી દ્વારા તેનો અપ્રમાણિકપણે નિકાલ કરવામાં આવ્યો હોય, તો તે વિશ્વાસના ગુનાહિત ભંગનો કેસ બની શકે છે. તેથી તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી સામગ્રીની તપાસ કર્યા વિના એફઆઈઆરને રદ કરવાનું કોઈ વાજબી કારણ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.