સરકારી નાણાંનો દુરુપયોગ કરવાના મામલે અરવિંદ કેજરીવાલ સામે એફઆઈઆરનો આદેશ

નવી દિલ્હી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કાનૂની મોરચે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે ૨૦૧૯ માં દાખલ થયેલી એક ફરિયાદમાં એફઆઈઆર નોંધવાની માંગ સ્વીકારી છે.
આરોપ છે કે કેજરીવાલ, પૂર્વ આપ ધારાસભ્ય ગુલાબ સિંહ અને પૂર્વ દ્વારકા કાઉન્સિલર નીતિકા શર્માએ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં મોટા હો‹ડગ્સ લગાવી જાહેર નાણાંનો દુરુપયોગ કર્યાે હતો. આ ફરિયાદ પર કોર્ટએ કાર્યવાહી કરવાનો આદેશ આપતા પોલીસને ૧૮ માર્ચ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે.
આ પહેલા પણ કેજરીવાલને આ વર્ષે કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફેબ્›આરીની શરૂઆતમાં હરિયાણાના શાહબાદ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. આ કેસ તેમના એક વિવાદિત નિવેદન સાથે સંકળાયેલો હતો, જેમાં તેમણે હરિયાણા પર યમુના નદીના પાણીમાં ‘ઝેર’ ભેળવવાનો આરોપ લગાવ્યો હતો.
દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ કેજરીવાલ સામેના કાનૂની પડકારો સતત વધી રહ્યા છે. એક પછી એક કેસો સામે આવતા, તેમનો રાજકીય ભવિષ્ય સંકટમાં મૂકાઈ શકે છે. આ વચ્ચે આપ નેતાઓએ આ કાર્યવાહીનો વિરોધ કર્યાે છે અને તેને રાજકીય બદલો ગણાવ્યો છે. હવે ૧૮ માર્ચના રિપોર્ટ બાદ જ આ મામલે આગળ શું થાય તે જાણવા મળશે.SS1MS