Western Times News

Gujarati News

ફાયરબ્રિગેડનો સ્ટાફ સ્ટેન્ડ ટુ રહેશે રથયાત્રામાં

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, પરમ દિવસે એટલે કે જ્યારે અષાઢ સુદ બીજ હોઈ ભગવાન જગન્નાથજી તેમના જમાલપુર ખાતેના સુપ્રસિદ્ધ મંદિરેથી બહેન સુભદ્રાજી અને બડે ભૈયા બલરામજીની સાથે નાગરિકોના સુખઃદુઃખ જાણવા માટે નગરચર્યાએ નીકળશે. સમગ્ર વર્ષ દરમિયાન ભકતો ભગવાનને પોતાના સુખઃદુઃખથી વાકેફ કરવા મંદિરે જતા હોય છે,

પરંતુ અષાઢી બીજ એક એવો પાવન દિવસ છે જે દિવસે સ્વયં જગતના નાથ એવા શ્રીહરિ પોતે ભકતોના સુખઃદુઃખથી વાકેફ થવા તેમની મુલાકાતે નીકળે છે. આ વખતે ૧૪૭મી રથયાત્રા નીકળનાર હોઈ અમદાવાદીઓમાં અત્યારથી શ્રદ્ધા અને ભક્તિના ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનમાં પણ ભગવાનને સપરિવાર વધાવવાનો ભારે ઉત્સાહ ફેલાયો છે.

અમદાવાદીઓના જાનમાલની સલામતી માટે હરહંમેશ જીવસટોસટની બાજી લગાવનારા મ્યુનિ. ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનો સહિતનો સ્ટાફ રથયાત્રા માટ સ્ટેન્ડ ટુ સ્ટેન્ડ રહેવાનો છે. ફાયર બ્રિગેડના ૧૮ અધિકારી અને ૯૭ ફાયર જવાન સહિતનો કુલ ૧૭ર જણાનો કાફલો તૈનાત રહેશે.

રથયાત્રા નિમિત્તે મ્યુનિ. ફાયર બ્રિગેડના બંદોબસ્તની વ્યવસ્થા અંગે જાણકારી આપતાં મ્યુનિ. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા વધુમાં કહે છે કે જમાલપુર જગન્નાથ મંદિર પાસે એક સ્ટેશન ઓફિસર, એક સબ ઓફિસર, બે જમાદાર, સાત ડ્રાઈવર અને ૧૮ ફાયરમેન મળીને કુલ ર૯ જણાનો સ્ટાફ ફરજ બજાવશે.

બંદોબસ્તના આ સ્થળે સવારે સાડા ચાર વાગ્યે અને સાંજે સાડા સાત વાગ્યે ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર એમ.પી.મિસ્ત્રી, ડિવિઝનલ ફાયર ઓફિસર ઈનાયત આઈ.શેખ, જમાલપુરના સ્ટેશન ઓફિસર સંતોષ પટેલ અને સબ ફાયર ઓફિસર ભૂમિત મિસ્ત્રી પણ હાજર રહેશે. ભાગ-અકસ્માતની દુર્ઘટના સામે ભાવિક ભકતોની સલામતી માટે મિની ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી ટેન્ડર પણ એલર્ટ મોડમાં રાખવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશન કમ્પાઉન્ડ ખાતે સવારે છ વાગ્યે એક સ્ટેશન ઓફિસર, એક સબ ઓફિસર, બે જમાદાર, પાંચ ડ્રાઈવર, ૧૪ ફાયરમેન મળીને કુલ ર૩ જણાંનો સ્ટાફ ફરજ બજાવશે. ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત મણિનગરના સ્ટેશન ઓફિસર શુભમ જે.ખડિયા અને સબ ફાયર ઓફિસર પ્રવિણસિંહ સોલંકી સવારે છ વાગ્યે ઉપસ્થિત રહેશે. આ સ્થળે એક મિન ફાયર ફાઈટર, વોટર ટેન્કર

અને એમ્બ્યુલન્સને કોઈપણ અજુગતા બનાવ સામે શ્રદ્ધાળુઓની સલામતી માટે હાજર રાખવામાં આવશે તેમ પણ મ્યુનિ. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા કહે છે. સવારે આઠ વાગ્યે રાયપુર ચકલા ખાતે એક સ્ટેશન ઓફિસર, બે જમાદાર, ચાર ડ્રાઈવર, નવ ફાયરમેન મળીને કુલ ૧૬ જણાનો સ્ટાફ મિની ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ

અને ઈમરજન્સી ટેન્ડર સાથે બંદોબસ્ત સંભાળશે. આ સ્થળે સ્ટેશન ઓફિસર અનિરૂદ્ધ ગઢવી હાજર રહેશે. સવારે દસ વાગ્યે સરસપુર ચાર રસ્તા ખાતે ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજા અને સબ ફાયર ઓફિસર વિષ્ણુ દેસાઈની સાથે એક સબ ઓફિસર, બે જમાદાર, ચાર ડ્રાઈવર, નવ ફાયરમેન મળીને કુલ ૧૬ જણાનો સ્ટાફ બંદોબસ્ત માટે મૂકાયો છે.

તેમની સાથે ઈમરજન્સી ટેન્ડર, મિનિ ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરાશે. બપોરે બાર વાગ્યે પ્રેમ દરવાજા ખાતે ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વÂસ્તક જાડેજા અને થલતેજના સ્ટેશન ઓફિસર રમેશપુરી ગોસ્વામીની સાથે એક સ્ટેશન ઓફિસર, એક જમાદાર, ત્રણ ડ્રાઈવર, છ વાયરમેન મળીને ૧૧ જણાનો સ્ટાફ તૈનાત રહેશે. પ્રેમ દરવાજા ખાતે એક ફાયર ફાઈટર અને એક એમ્બ્યુલન્સનો બંદોબસ્ત પણ રખાશે.

બપોરે બાર વાગ્યે દરિયાપુર તંબુ ચોકી ખાતેના બંદોબસ્તના સ્થળે સ્વÂસ્તક જાડેજા ઉપરાંત પાંચ કૂવાના સ્ટેશન ઓફિસર નૈતિક ભટ્ટ ઈમરજન્સી ટેન્ડર, મિની ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ સાથે ફરજ બજાવશે. તેમની સાથે એક સબ ઓફિસર, ત્રણ જમાદાર, આઠ ડ્રાઈવર મળીને કુલ ૧૩ જણાંનો સ્ટાફ તૈનાત રહેશે.

દિલ્હી દરવાજાનો બંદોબસ્ત ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજા અને સબ ફાયર ઓફિસર મનોહરલાલ કલાલ ઈમરજન્સી ટેન્ડર, મિની ફાયર ફાઈટર અને ૧૦ ફાયરમેન મળી કુલ ૧૭ જણાંનો સ્ટાફ સાથે બંદોબસ્ત રાખશે. શાહપુર દરવાજા માટે ડિવિઝનલ ફાયર ઓફિસર કૈજાદ દસ્તૂર, નવરંગપુરાના સ્ટેશન ઓફિસર પંકજ રાવલ, રંગીલા પોલીસ ચોકીના બંદોબસ્તના

સ્થળે કૈઝાદ દસ્તૂર અને સ્ટેશન ઓફિસર ભાવેશ રાવત અને પાંચ કૂવા ફાયર સ્ટેશન ખાતે જશોદાનગરના સ્ટેશન ઓફિસર સુધીર ગઢવી બંદોબસ્ત સંભાળશે. સમગ્ર રથયાત્રા રૂટ માટે અધિકારીઓના વાહન સહિત કુલ ૪૪ વાહન ખડે પગે રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.