ખેડબ્રહ્મામાં ફ્રુટની દુકાનમાં આગ લાગતાં અફડાતફડી
પ્રતિનિધિ ખેડબ્રહ્મા, ખેડબ્રહ્માના સ્ટેશન વિસ્તારમાં સરદાર ચોક પાસે શાકભાજી માર્કેટમાં આવેલ કનુભાઈ પ્રજાપતિની ફ્રુટ ની દુકાન માં બપોરે ૨ઃ૦૦ વાગ્યાના સમયે કોઈ અગમ્ય કારણસર આગ લાગતાં દિવાળીના સમયે બજારમાં ભરચક ઘરાકી હતી તેવા સમયે અફડાતફડી મચી જવા પામી હતી. અને લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા. આ બનાવ બનતાં તાત્કાલિક પોલીસ તથા ફાયરને જાણ કરતાં પોલીસે આવી તાત્કાલિક ધોરણે લોકોનું તોડોને વિખેર્યા હતા તથા ફાયર બ્રિગેડે. તાત્કાલિક આગ ઉપર કંટ્રોલ મેળવ્યો હતો.