Western Times News

Gujarati News

વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ

ઓપરેશન થિયેટર તરત ખાલી કરાવી દેવાયું હતું

(એજન્સી)વડોદરા, જળવાયુ પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વમાં હાલ ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. વધતી ગરમીના કારણે અનેક ઘટનાઓ બનતી હોય છે. અનેક વીજ ઉપકરણોને ગરમીથી નુકસાન થતું હોય છે. જે માટે દરેક નાગરિકે સતર્કતા અને સાવધાની રાખવી જરૂરી છે. તાજેતરમાં જ રાજયમાં અનેક દુર્ઘટના બની રહી છે. જે માટે જવાબદાર તંત્ર સાવધાની અને સાવચેતી રાખે તો દુર્ઘટના ટાળી શકાય છે.

હાલ માં રાજકોટ અગ્નિકાંડનાં પડઘા હજુ શાંત પણ નથી થયા એવામાં આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગળ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના સયાજી હોસ્પિટલના નાક, કાન અને ગળા વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી છે. પ્રાથમિક માહિતી મુજબ આ આગ ઓપરેશન થિયેટરમાં વેન્ટિલેટરમાં શોર્ટ શર્કિટના કારણે લાગી હોવાની શક્યતા જણાઈ રહી છે.

ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન ગેસ લીકેજ થયો હોવાની પણ ચર્ચા છે. તકેદારીના પગલાં સ્વરૂપે આગ લાગતાજ સયાજી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓપરેશન થિયેટર ખાલી કરાવી દેવામાં આવ્યું છે. અને હાલ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા છે અને સ્થિતિ પર કાબૂમાં મેળવી લીધો છે. પરંતુ હવે આ ઘટના અંગે સવાલો ઉઠી રહ્યા છે.આગ લાગી એ સમયે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

પરંતુ હોસ્પિટલના ઈએનટી વિભાગમાં ઓપરેશન થિયેટરમાં સૌ પ્રથમ બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ લાગી ગઈ હતી. આ બ્લાસ્ટ વહેલી સવારે જ્યારે સ્વીચ ચાલુ કરવામાં આવી તે સમયે થયો હતો અને આ ઘટના સમયે ઓટીમાં કોઈ દર્દી દાખલ ન હતો.

આગ લગતા જ ઓપરેશન થિયેટરમાં ધુમાડો ફેલાયો, જેના કારણે્‌ના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડમાં ૩ દર્દી દાખલ હતા. સ્ટાફની સતર્કતાને પગલે તેમને તરતજ બીજા વોર્ડમાં ખસેડવામાં આવતા જાનહાનિ ટળી ગઈ હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.