ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં ચાર માળની હોસ્ટેલમાં આગ: ૧૦ લોકોના મોત
નવી દિલ્હી, ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં ચાર માળની હોસ્ટેલમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. આગના સમાચાર મળતાં જ રેસ્ક્યુ ટીમ અને ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. દરમિયાન રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી લોકોને શોધવાનું શરૂ કર્યું હતું. ન્યુઝીલેન્ડ હેરાલ્ડના અહેવાલ મુજબ, આગ લગભગ રાતભર ચાલુ રહી, જેમાં ૧૦ લોકોના મોત થયાના અહેવાલ છે.
આ દરમિયાન દેશના વડાપ્રધાન ક્રિસ હિપકિન્સે એએમ મોર્નિંગ ન્યૂઝના કાર્યક્રમમાં જણાવ્યું કે તેમના અનુસાર ૬ લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને આંકડો હજુ પણ વધી શકે છે. ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં ચાર માળની લોફર્સ લોજ હોસ્ટેલમાં બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે આગ લાગી હતી.
લોફર્સ લોજ હોસ્ટેલના ત્રીજા માળે આગ લાગી હતી. ન્યુઝીલેન્ડ હેરાલ્ડના એક અહેવાલ મુજબ અધિકારીઓએ પુષ્ટિ કરી કે ઈમારતમાં કોઈ સ્પ્રિંકલર સિસ્ટમ નથી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૦ લોકો લાપતા હોવાના અહેવાલ છે. વેલિંગ્ટન ફાયર અને ઇમરજન્સી ડિસ્ટ્રિક્ટ મેનેજર નિક પ્યાટે જણાવ્યું કે લગભગ ૫૨ લોકો હોસ્ટેલની અંદર ફસાયેલા છે અથવા ગુમ છે.
જાે કે રેસ્ક્યુ ટીમ હજુ પણ ફસાયેલા લોકોને શોધી રહી છે. તેમણે જણાવ્યું કે અમને રાત્રે લગભગ સાડા બાર વાગ્યે આગની માહિતી મળી હતી. ફાયર એન્ડ ઇમરજન્સી ડિસ્ટ્રિક્ટ મેનેજર નિક પ્યાટે કહ્યું કે અમારી સંવેદનાઓ એવા લોકોના પરિવારો સાથે છે જેમણે પોતાને ગુમાવ્યા છે.
અમારી ટીમે પણ લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને બચાવી શક્યા નહીં. તે આપણા માટે દુઃસ્વપ્ન જેવું છે, કારણ કે આનાથી વધુ ખરાબ કંઈ હોઈ શકે નહીં. પોલીસે કહ્યું કે આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. વેલિંગ્ટન સિટી કાઉન્સિલના પ્રવક્તા રિચર્ડ મેક્લીને જણાવ્યું હતું કે અકસ્માત દરમિયાન લગભગ ૫૦ લોકો ભાગી ગયા હતા અને બચવામાં સફળ રહ્યા હતા. આ પછી તેને ઈમરજન્સી સેન્ટરમાં લઈ જવામાં આવ્યો જ્યાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ હતી.SS1MS