Western Times News

Gujarati News

ગેમિંગ ઝોનની ફાયર NOCની કાર્યવાહી પૂર્ણ થઇ ન હતીઃ પોલીસ

(એજન્સી)(એજન્સી)રાજકોટ, શહેરના ગેમિંગ ઝોનના આગકાંડમાં અત્યાર સુધીમાં ૩૨ જિંદગીઓ હોમાઇ ગઇ છે. ૩૨ લોકોનાં મોતથી રાજકોટ સહિત આખું ગુજરાત હિબકે ચડ્યું છે. ત્યારે આ દુર્ઘટનામાં રાજકોટના સી.પી રાજુ ભાર્ગવે મીડિયા સાથે વાતચીત કરીને માહિતી આપી છે.

રાજુ ભાર્ગવે જણાવ્યુ હતુ કે, ઝડપથી આરોપીઓ પકડાઇ તે અંગેની કાર્યવાહી ચાલી રહી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ફાયર એનઓસીની કાર્યવાહી હજી ચાલી રહી હતી તે પૂર્ણ થઇ ન હતી.

રાજકોટના સી.પી, રાજુ ભાર્ગવે જણાવ્યુ છે કે, આ દુખદ દુર્ઘટનામાં ઝડપથી આરોપીઓ પકડાઇ તે અંગેની કાર્યવાહી ચાલી રહી છે. આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમની પણ રચના કરવામાં આવી છે. આ ગુનાની ઝડપથી તપાસ કરીને ચાર્જસીટ કરવા માટે બનતા પુરાવા ભેગા કરીશું. આ માટે ગાંધીનગરથી એફએસએસની ટીમ આવેલી છે જે પણ પોલીસને તપાસમાં મદદ કરશે. CCTV footage of the Rajkot TRP Gaming Fire Tragedy.

આ સાથે તેમણે જણાવ્યુ કે, ગેમિંગ ઝોનનું લાઇસન્સ વર્ષ ૨૦૨૩માં આપવામાં આવ્યુ હતુ જે પછી રિન્યુઅલ પણ કરવામાં આવ્યુ હતુ. આ અંગેની પરવાનગી પણ આપવામાં આવી હતી. આ સાથે તેમણે જણાવ્યુ કે, ફાયર સેફ્ટીના સાધનો પણ મુકવામાં આવ્યા હતા. ફાયર એનઓસીની કાર્યવાહી ચાલી રહી હતી જે હજી પૂર્ણ થઇ નથી. આ અંગેની કાર્યવાહી ચાલી રહી હતી.

ફાયર એનઓસી નહોતી તો શા માટે પોલીસ વિભાગ દ્વારા પરમિશન આપવામાં આવી હતી તે સહિતના પ્રશ્નો પૂછતા રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જવાબ આપવાનું ટાળ્યુ હતુ.

જોકે, રાજકોટ શહેર પોલીસ કમિશનરના નિવેદન અને એફઆઇઆરમાં લખવામાં આવેલી વિગતમાં વિરોધાભાસ નોંધવામાં આવ્યુ છે. પ્રેસ કોન્ફરન્સમાં શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કહ્યું કે, ગેમઝોન દ્વારા ફાયર એનઓસી માટેની પરમિશન મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જોકે તેમને મંજૂરી મળવાની બાકી હતી. તો બીજી બાજુ એફઆઇઆરમાં બીજે ઠેબા નામના ફાયર ઓફિસરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ફાયર વિભાગમાં ફાયર એનઓસી બાબતે અરજી ઇન્વર્ડ કરવામાં આવેલી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.