Western Times News

Gujarati News

પારિવારિક ઝઘડાની અદાવતમાં અમદાવાદમાં વેપારીની હત્યા

અમદાવાદના નહેરુનગરમાં ફાયરિંગમાં એકનું મોત

અમદાવાદ, શહેરમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન શહેરના નહેરુનગર વિસ્તારમાં શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી ઉપર અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું.

ગોળીબારની આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વેપારીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પારિવારિક ઝઘડાની અદાવતમાં વેપારીની હત્યા થયાનું ચર્ચાઈ રહ્યું છે, બીજી તરફ મૃતકના પરિવારજનોએ આરોપીની ઘરપકડની માંગણી કરીને મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરતા ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ પરિવારજનોને સમજાવાના પ્રયાસો હાથ ધર્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર નહેરુનગર ટાગોર પોલીસ ચોકીની બાજુમાં અજાણ્યા શખ્સે વેપારી બદાજી મોદી પર ફાયરીંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં વેપારીને હોસ્પિટલમાં ખસેડાતા બદાજી મોદીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ફાયરિંગનો મામલો હત્યામાં ફેરવાયો છે. પરિવારજનોનો હોસ્પિટલની બહાર હોબાળો કર્યો હતો. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

ફાયરિંગની ઘટનામાં વેપારીને હોસ્પિટલમાં ખસેડાતા બદાજી મોદીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે મૃતકના દીકરાએ સંબંધીએ જ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ કર્યો છે અને કહ્યું કે કૌટુંબિક ઝઘડામાં પિતાની હત્યા કરવામાં આવી છે. રમેશ ખેતાજી, અશોક ખેતાજી, પ્રકાશ ખેતાજી અને રણજિત ખેતાજી પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.

મૃતકના પરિવારને આશંકા છે કે ખેતરામ મોદીની હત્યાના બદલે હત્યા કરવામાં આવી છે અને અત્યારે મૃતકના પરિવારની માંગ છે કે તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવે. એટલું જ નહીં આરોપીની ધરપકડ ન થવા સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કરી દીધો છે.

નહેરુનગર પાસે ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. નહેરુનગર ટાગોર પોલીસ ચોકીની બાજુમાં અજાણ્યા શખ્સે એક વ્યક્તિ પર ફાયરીંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ, મહાલક્ષ્?મી શાકભાજી દુકાન ધરાવતા વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક્ટિવા પર આવેલા શખ્સે એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઇ ગયો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.