Western Times News

Gujarati News

ભાવનગરની સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે ફાયરિંગ

ભાવનગર, શહેરની જાણીતી સર ટી જનરલ હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે એક વ્યક્તિએ અન્ય વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું. સદનસીબે ફાયરિંગમાં કોઈને ઈજા પહોચી નહોતી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં કરાયેલા ફાયરિંગને કારણે ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિે હાથમાં સામાન્ય ઇજા થઇ હતી. બનાવ અંગે એ ડિવિઝનનાં પી.આઇ તથા એલ.સી.બી પી.આઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, યુવતી સાથે શારીરિક સંબંધ અંગે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. પીન્ટુ ઉર્ફે સરકાર નામનાં વ્યક્તિ દ્વારા હોસ્પિટલમાં આ ગોળી કરવામાં આવ્યો હતો. માહિતી એવી પણ મળી રહી છે કે, જાવેદભાઈ સૈયદ નામના વ્યક્તિના ધર્મપત્ની સાથે પીન્ટુ ઉર્ફે સરકાર વચ્ચે શારીરિક સંબંધ હોવાના કારણે આ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આ અંગે ઇજાગ્રસ્ત પરિવારનાં વ્યક્તિ જાવેદ સૈયદના જણાવ્યા પ્રમાણે, સર ટી હોસ્પિટલમાં મારા ઘરનાને ડ્રેસિંગ કરવા લાવ્યા હતા. આ દરમિયાન બે વ્યક્તિઓ ટુ વ્હીલર પર આવતા બે લોકોએ પિસ્તોલ કાઢીને ફાયરિંગ કર્યુ હતુ. આ ઘટના મોડી રાતે ૨.૪૫ની આસપાસ આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં બેમાંથી એક વ્યક્તિને હું ઓળખું છું જેનું નામ પિંટુ ઉર્ફે સરકાર હતો. જ્યારે બીજાે વ્યક્તિ અજાણ્યો હતો. અમારે ૬ મહિના પહેલા ઘર અંગે માથાકૂટ થઇ હતી.

અમદાવાદમાં થોડા દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી. જેમાં શહેરના મણિનગર વિસ્તારમાં રામબાગ નજીક એક વ્યક્તિએ રિવોલ્વર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. તેણે બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. મણિનગર પોલીસે લોકેન્દ્રસિંહ શેખાવત નામના વ્યક્તિની અટકાયત કરી હતી. લોકેન્દ્રસિંહ શેખાવત રાજસ્થાનથી આવ્યો છે.

મણિનગર જેવા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની માત્ર ૫૦૦ મીટર દૂર આવેલા ચાર રસ્તા ઉપર સાંજના સમયે એક વ્યક્તિ રિવોલ્વર લઈને નીકળ્યો હોવાની માહિતી સ્થાનિકોએ આપી. મણિનગર પોલીસ સ્ટેશન નજીક આવેલી વૃંદાવન જવેલર્સમાંથી રિવોલ્વર સાથે એક વ્યક્તિને પસાર થતા જાેવા મળ્યો હતો.

આ યુવાને જ્વેલર્સમાં જઇને માલિકને રિવોલ્વર બતાવીને ધમકાવ્યો હતો. જે બાદ જવેલર્સના માલિકે પ્રતિકાર કરતા આરોપી નાસી છૂટી જનતાને ધમકાવવા રિવોલ્વર લઈને નીકળ્યા હોવાથી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.