વિજયનગર તાલુકામાં ભાજપની ભવ્ય રેલી, ફિરોઝ ઈરાની રેલીમાં જાેડાયા
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) આગામી ૫ ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના આજે અંતિમ દિવસે વિજયનગર શહેર અને તાલુકામાં ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલના સમર્થનમાં ભવ્ય રેલી જાણીતા ગુજરાતી ચલચિત્રના કલાકાર ફિરોઝ ઈરાની પણ જાેડાયા હતા
અને તેમણે. ભાજપ સરકાર લાવવા આ ખેડબ્રહ્મા બેઠકના ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલને જંગી બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી. આજની આ બાઈક રેલી તાલુકામાં જુદા જુદા વિસ્તારોમાં નીકળી હતી.ચિઠોડા વિજયનગર બજાર,આશ્રમ નાકા પરોસડા સુધી રેલીની જમાવટ જાેવા મળી હતી.યુવાનો.
ઉત્સાહભેર રેલીમાં જાેડાયા હતા. ફિરોઝ ઈરાની સાથે રહેલા સક્રિય કાર્યકર રમેશભાઈ પટેલે જણાવ્યું કે આજની રેલીએ લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ભાજપને જંગી મતોથી વિજયી બનાવવા મન બનાવી લીધું છે.ઠેર ઠેર રેલીને ભવ્ય આવકાર મળ્યો હતો. આ રેલુમાં રાજસ્થાનનાં ધારાસભ્ય ફુલસિંહ મીણા,રમેશભાઈ પટેલ, ભાગવેન્દ્રસિંહ સહિત આગેવાનો જાેડાયા હતા.