રેલવેમાં ટ્રેક મશીન ચલાવવાની કામગીરી મહિલાઓએ સંભાળી
વડોદરા, મહિલા દિવસ નિમિત્તે રેલવે દ્વારા મહિલા સંચાલિત ટ્રેક મશીન દેશ સેવામાં સમર્પિત કરવામાં આવી છે. ભારતીય રેલવેમાં પ્રથમ ફકત મહિલા સંચાલિત ટ્રેક મશીનનો પ્રારંભ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા મુંબઈથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી હતી.
આ મહિલા સંચાલિત ટ્રેક મશીન રેલવેના ટેકનિકલ ફિલ્ડમાં હવે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધતું જોવા મળી રહ્યું છે. પુરુષોનું આધિપત્ય ધરાવતા સેકટરમાં હવે મહિલાઓનું પણ પદાર્પણ જોવા મળી રહ્યું છે. આ ટ્રેક મશીન નવા ટ્રેક તૈયાર કરવા અથવા જૂના ટ્રેક રિપેર કરવાની કામગીરી ટેકનિકલ ઓટોમેટિક કામગીરી કરે છે. જેમાં સાત મહિલા મેમ્બર દ્વારા આ ચલાવવામાં આવશે. આ એક ભારતીય રેલવે વિભાગ માટે પ્રથમ ભેટ છે જે ખૂબ સારી પ્રગતિ કરશે.
આ અંગે વડોદરા ડિવિઝનના મશીન આસિસ્ટન્ટ પૂનમબેન ઠાકરેએ જણાવ્યું હતું કે, આ એક એવું મશીન છે કે જેમાં સંપૂર્ણ ઓપરેટ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મુશ્કેલ તો ન કહી શકાય પરંતુ ક્યારેક પ્રોબ્લેમ આવતાહોય છે પરંતુ આ ખૂબ સાર કામગીરી છે અમે અમારી જવાબદારી ખૂબ સારી રીતે નિભાવીશું અને સારું પર્ફોમ આપી આ કામગીરી કરીશું.
First all-women crew to run track machine! pic.twitter.com/xn9s505mRq
— Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 8, 2024
આ અંગે વડોદરા ડિવિઝનના જુનિયર એન્જિનિયર નિક્કી કુમારીએ જણાવ્યું હતું કે, અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ. ટ્રેક પર ટ્રેનની સ્પીડ ૧૬૦ પ્રતિ કલાક કિલોમીટર કરવી અમારા માટે ચેલેન્જીંગ છે. રેલવે અને સરકારે ખુબ મોટી જવાબદારી આપી છે. ટ્રેક મશીન પર વોટરલેસ યુરિનલ ટોયલેટ પણ તૈયાર કર્યું જે મહિલાઓ માટે ખૂબ જરૂરી હતું. ટ્રેકની સંપૂર્ણ જવાબદારી હવે અમારા માથે છે તેવું જણાવ્યું હતું.
આ અંગે વડોદરા વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ જીતેન્દ્ર સિંહએ જણાવ્યું હતું કે, મહિલા દિવસનેલઈ આજે અમે મહિલા સશક્તિકરણ સાથે ભારતીય રેલવેમાં મહિલાઓ ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. આ ભારતીય રેલવે વિભાગની પહેલી ટ્રેક મશીન છે જે મહિલા સંચાલિત છે. આ મશીન સંપૂર્ણપણે સાત મહિલા દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે.
જેમાં ભાગ્યશ્રી સાવરકર, હેમા ચતુર્વેદી, નિક્કી કુમારી અને માધુરી ભોંસલે જુનિયર એન્જિનિયર તથા લક્ષ્મી તંવર, સીમા કુમાર અને પૂનમ ઠાકરે મશીન સહાયકની ભૂમિકામાં રહેશે. ભાગ્યશ્રી સાવરકર આ મશીનની ઈન્ચાર્જ પણ રહેશે. આ તમામને નિયમાનુસાર યોગ્ય ટ્રેનિંગ પણ આપવામાં આવી જેનાથી તેઓ પોતાના કામને સારી રીતે કરી શકશે.