આણંદ મુકામે ચરોતર સુન્ની વહોરા 14 અટક સમાજ ટ્રસ્ટની પ્રથમ કારોબારી મીટીંગ યોજાઈ
(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલિયા) આણંદ સ્થિત મોટા મદરેશા હાઈસ્કૂલમાં ચરોતર સુન્ની વહોરા ૧૪ અટક સમાજ ટ્રસ્ટની પ્રથમ કારોબારી મીટીંગ ટ્રસ્ટના પ્રમુખ જ.ઇસ્માઇલભાઈ ગામડીવાલા ના અધ્યક્ષ સ્થાને તેમજ એમ.જી.ગુજરાતી, ઈંદ્રિસ ભાઈ દવાવાળા, લાલાભાઈ જીરાવાળા,અશરફ ભાઈ અમદાવાદવાલા, ઐયુબભાઈ અંગાડીવાળાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.
આ સંસ્થા ચરોતર સુન્ની વહોરા સમાજની પેટા અટક ૧૪ અટક સમાજના સભ્યોનું બનેલું છે. આ મીટીંગમાં ૨૦૨૩ના સમાજના અતિ વિશેષ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ નિશાબેન સલીમભાઈ વહોરા સોજીત્રા, જેમને તાજેતરમાં ડ્ઢઅજp નું પોસ્ટિંગ મેળવેલ છે.તેમજ ફરહીન યુનુશભાઈ વોરા (ફરહીન બહાદરપુર વાલા) જેમને pરઙ્ઘ સ્પેશ્યલ થિશીશ કેમેસ્ટ્રી પેપર માં પ્રથમ આવતા ગૃહમંત્રી અમિત ભાઈ શાહ ના હસ્તે એવોર્ડ મેળવેલ હતો,
આ ઉપરાંત મહંમદ માહિર સાજીદભાઈ વ્હોરા, અર્શનાઝબેન અયાઝભાઈવહોરા, તેમજ રુહિલાબેન અયાઝભાઈવહોરા ને પણ ઝ્રછ માં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા ટ્રસ્ટ દ્વારા શાલ ઓઢાડી તેમજ ટ્રસ્ટ નું મુવમેન્ટો આપી ખાસ સન્માન કરવામાં આવ્યું હતું,
સંસ્થાની પ્રથમ કારોબારી મીટિંગ ધારણા કરતા વધુ સફળ રહી જેમાં શિક્ષણ ક્ષેત્રે સમાજને આગળ લાવવાની હાકલ કરવામાં આવી હતી. સાથોસાથ વિધાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે મદદરૂપ થવાની ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ મીટીંગમાં રશીદભાઈ કાજલ રોડવેઝ, આશીમ ખેડાવાળા, સોહેલ ભાઈ ડુંગર કણજરી, આબાદભાઈ કણજરી, અફઝલભાઈ મેન્સન, ઇર્ષાદ ભાઈ માસ્ટર ચાંગા, ટીકૂભાઈ કાજલ, મોહશીનભાઈ સેવાલીયા, સમીરભાઈ લીંબુવાળા નરસંડા,યાશીનભાઈ બોરીયાવી વાળા, હાફેજ અસલમ, આશિફભાઈ વકીલ તારાપુર અને અનવરબહાદરપુરવાળા તેમજ સમગ્ર ગુજરાત અને ચરોતરના ગામો માંથી ખૂબ મોટી સંખ્યામાં કારોબારી સભ્યો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.