ચેતી જજો !! ગુજરાતમાં H3N2 વાયરસથી પ્રથમ મોત
વડોદરામાં વેન્ટિલેટર પર લઇ રહ્યાં હતા સારવાર
વડોદરા, કોરોના વાયરસ બાદ હવે દેશમાં H3N2 વાયરસનો કહેર વ્યાપી રહ્યો છે. ત્યારે સ્વાઈન ફ્લૂથી મ્યૂટેટ થયેલા વાયરસથી દેશમાં ત્રીજુ જ્યારે ગુજરાતમાં પ્રથમ મોત નોંધાયું છે. વડોદરામાં ૫૮ વર્ષના મહિલા હાઈપર ટેન્શનના દર્દી હતા. તેઓ એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.
Be careful!! First death due to H3N2 virus in Gujarat
રાજ્યમાં એસએસજી હોસ્પિટલમાં નવા વાયરસથી પ્રથમ મોત થતા તંત્ર એક્શનમાં આવ્યું છે. નોંધનીય છે કે, H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસથી પ્રથમ મોત કર્ણાટકમાં અને બીજું મોત હરિયાણામાં થયું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, અન્ય ફ્લૂની સરખામણીએ એચ૩એન૩ ફ્લૂના વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.
હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. અન્ય ઋતુગત H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસના લક્ષણો અને ફ્લૂના લક્ષણો એકસમાન છે.
આ ફ્લૂના મુખ્ય લક્ષણોમાં ખાસ કરીને તાવ આવવો, ગળામાં ખરાશ, શરીરમાં દુખાવો અને નાકમાંથી પાણી નીકળવું તે મુખ્ય લક્ષણો છે. આ એક એવો વાયરસ છે કે, તેના લક્ષણોમાં આપમેળે ફેરફાર થાય છે, જેને એન્ટિજેનિક ડ્રિફ્ટ કહેવામાં આવે છે.
આ એક ગંભીર બિમારી છે અને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસ વધુ સંક્રમક છે. આ એક પ્રકારનો ચેપી ફ્લૂ છે. જાે કોઈ વ્યક્તિને આ ફ્લૂ થાય અને તે અન્ય વ્યક્તિના સંપર્કમાં આવે તો તેને પણ આ ફ્લૂ થઈ શકે છે. જેથી સામાજીક અંતર જાળવવું જરૂરી છે અને શ્વાસ દ્વારા પણ આ ફ્લૂ ફેલાઈ શકે છે. આ કારણોસર છીંક આવે ત્યારે મોંઢું ઢાંકવું ખાસ જરુરી છે.
આઈસીએમઆરના માર્ગદર્શનથી ઈનફ્લુએનઝા છ અને બી સાથે H3N2 તથા સ્વાઇન ફ્લૂની તપાસ એક જ કિટથી હવે કરી શકાશે. અમદાવાદમાં જીસીસી બાયોટેક લેબ દ્વારા આ કીટનું સંશોધન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં આ કીટ લિકવીડ ફોર્મમાં છે.
કોઈપણ લેબ જ્યારે આરટીપીસીઆર ટેસ્ટ કરે ત્યાર બાદની પ્રોસેસમાં વપરાતી લિકવીડ ફોર્મ કીટ અમદાવાદમાં સૌ પ્રથમ વાર તૈયાર કરવામાં આવી છે. જીસીસી બાયોટેક લેબનાં કલકત્તા બ્રાન્ચના ૧૧ જેટલા વૈજ્ઞાનિકો દ્વારા આ કીટ તૈયાર કરી છે.SS1MS