પહેલા વરસાદમાં જ ડૂબી ગયું દિલ્હી, મિન્ટો રોડ પર પાણીમાં તરતી જોવા મળી
નવી દિલ્હી, દિલ્હી-એનસીઆરમાં શુક્રવાર સવારથી સતત વરસાદને કારણે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ સિઝનના પ્રથમ ભારે વરસાદ બાદ મિન્ટો રોડ પર ફરી પાણી ભરાયું હતું અને તેમાં એક કાર ડૂબી ગઈ હતી. આ કાળા રંગની કાર મિન્ટો બ્રિજ નીચે પાણીમાં તરતી જોવા મળી રહી છે.દિલ્હી-એનસીઆરમાં વરસાદ બાદ દરેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે.
રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે અનેક વાહનો થંભી ગયા છે. જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો હતો.ભારે વરસાદને કારણે બ્રિજની નીચે પાણી ભરાઈ ગયા, ત્યારપછી અનેક વાહનો યુ-ટર્ન લેવા લાગ્યા. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો અને અનેક વાહનો વરસાદ વચ્ચે ઉભા જોવા મળ્યા હતા.દિલ્હીના મંડાવલીમાં રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે બસ બંધ પડી ગઈ હતી.
દિલ્હી ટ્રાફિક પોલીસે પણ પાણી ભરાવાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આઝાદ માર્કેટ અંડરપાસ પર પાણી ભરાવાને કારણે વીર બંદા બૈરાગી માર્ગ પરના બંને કેરેજવે પર ટ્રાફિકને અસર થઈ છે.
શુક્રવારે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો અને તેજ પવન સાથે દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ શરૂ થયો. વરસાદે લોકોને ગરમીથી રાહત આપી હતી, ત્યારે રાજધાનીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ૧ પર એક મોટી દુર્ઘટના થઈ હતી.ભારે પવન અને વરસાદને કારણે ટર્મિનલ ૧ ની છત તૂટી પડી અને ઘણા વાહનો તેની સાથે અથડાઈ ગયા.
ટેક્સીમાં બેઠેલા ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટર્મિનલના તૂટેલા થાંભલા નીચે ક્ષતિગ્રસ્ત કારની અંદર એક વ્યક્તિ દટાયેલો જોવા મળ્યો હતો.SS1MS