અન્ડર વોટર ડ્રોન મહાકુંભના મેળામાં લોકોની સલામતી માટે સૌ પ્રથમવાર તૈનાત કરાયું
પ્રયાગરાજ, નવા વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલાં મહાકુંભના મેળામાં ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવા અને સમગ્ર પ્રસંગની પ્રત્યેક ઘટના ઉપર ચાંપતી દેખરેખ રાખવા ત્રિવેણી સંગમના વિસ્તારમાં અંડર વોટર ડ્રોન (પાણીની અંદર) તૈનાત કરવામાં આવ્યા છે.
આ ડ્રોન ૧૦૦ મીટરની ઉંડાઇ સુધી ડૂબકી લગાવવાની ક્ષમતા ધરાવે છે એમ સાંસ્કૃતિક મંત્રાલયે રવિવારે કહ્યું હતું.મહાકુભમાં આવનારા શ્રદ્ધાળુઓ, ભક્તો ને યાત્રાળુઓ તથા મુલાકાતીઓની સુગમતા માટે શહેરના ૯૨ રોડને રિપેર કરી નવા રંગરોગાન કરાઇ રહ્યા છે અને નદીઓ ઉપર ૩૦ જેટલા તરતા પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશ સરકાર પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલાં મહાકુંભ-૨૦૨૫ના મેળાને એક ભવ્ય, સલામત અને આધ્યાતિમક પ્રસંગ બનાવવાની તડામાર તૈયારીઓ કરી રહી છે એમ મંત્રાલયે કહ્યું હતું.ભારત અને વિશ્વરભમાંથી અંદાજે ૪૦ કરોડ શ્રદ્ધાળુઓ કુંભના આ મેળામાં આવે એવી સંભાવના રહેલી છે.
૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્›આરી સુધીના ૪૫ દિવસ ચાલનારા આ આધ્યાત્મિક ઉત્સવ થકી સમગ્ર વિશ્વ ભારતની ભવ્ય આધ્યાત્મિક પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી પરિચિત થશે.
સાંસ્કૃતિક મંત્રાલયે પ્રયાગરાજ ખાતે હાલ ચાલી રહેલી તડામાર તૈયારીઓની તમામ વિગતો જાહેર કરી છે, તે ઉપરાંત આ ભવ્ય અને વિશાળ મેળામાં મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુગમતા માટે ઉભી કરાયેલી સુરક્ષા વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓની વિગતો પણ જાહેર કરી હતી.
ત્રિવેણી સંગમના વિસ્તારમાં પાણીની અંદર થઇ રહેલી કોઇ સંદિગ્ધ ગતિવિધિઓને શોધી કાઢવા સૌ પ્રથમવાર ૧૦૦ મીટરની ડૂબકી લગાવી શકે એવા અંડર વોટર ડ્રોન તૈનાત કરાયા છે એમ મંત્રાલય દ્વારા સતાવાર રીતે બહાર પડાયેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું.
આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (એઆઇ) ની ક્ષમતા ધરાવતા ૨૭૦૦ જેટલા કેમેરા રિયલ ટાઇમ મોનિટરિંગ (યોગ્ય સમયનું નિરિક્ષણ)ની માહિતી પૂરી પાડશે અને મેળાના પ્રત્યેક પ્રેવશ દ્વારા ખાતે ફીટ કરાયેલી ફેસિયલ રેકગ્નિશન (ચહેરાની ઓળખ) ટેકનોલોજી આ મેળાની ચુરક્ષામાં અનેકઘણો વધારો કરશે એમ મંત્રાલયે કહ્યું હતું.
૫૬ જેટલા સાઇબર નિષ્ણાતોની એક ટુકડી ઓનલાઇન ઉભા થનારા પડકારો અને ધમકીઓની સામે ટક્કર ઝીલશે, તમામ પોલીસ સ્ટેશન ખાતે એક સાઇબર હેલ્પ ડેસ્ક ઉભું કરાશે.
મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી કે મહાકુંભ દરમ્યાન ભારતના ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને અને ભારતના વૈવિધ્યને વિશ્વ સમક્ષ રજૂ કરવા એક થેમેટિક સ્પેસ-કલાગ્રામ- (પ્રોજેક્ટરની મદદથી પડદા ઉપર દેખાડતું સ્થળ)પણ ઉભું કરવામાં આવશે.SS1MS