Western Times News

Gujarati News

કપિલ શર્માની નવી ફિલ્મના ફર્સ્ટ લુકનું પોસ્ટર થયું રિલીઝ

લગ્ન કરીને ફસાઈ ગયો કોમેડી કિંગ?

કપિલ શર્મા સેહરો હટાવીને આશ્ચર્યચકિત આંખોથી જોઈ રહ્યો છે,જ્યારે તેની બાજુમાં ઉભેલી છોકરી સલામ કરતી જોવા મળે છે

મુંબઈ,
કોમેડી કિંગ કપિલ શર્મા ફરી એકવાર મોટા પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે. તેની આગામી ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું ૨’ નો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો છે. કપિલ શર્માએ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું અને કેપ્શનમાં લખ્યું, “ઈદ મુબારક.” પોસ્ટરમાં, કપિલ શર્મા સફેદ શેરવાની અને સેહરો પહેરેલો જોવા મળે છે અને તેની બાજુમાં એક છોકરી ઉભી છે બ્લુ આઉટફિટમાં ઉભી છે, જેનો ચહેરો નથી દેખાતો.કપિલ શર્મા સેહરો હટાવીને આશ્ચર્યચકિત આંખોથી જોઈ રહ્યો છે, જ્યારે તેની બાજુમાં ઉભેલી છોકરી સલામ કરતી જોવા મળે છે. લોકોને ફિલ્મનો પહેલો ભાગ ખૂબ ગમ્યો હતો અને હવે ફેન્સ તેના બીજા ભાગ માટે ખૂબ જ ઉત્સાહિત છે. કપિલ શર્માના ફેન્સ અને ફોલોઅર્સ તેની પ્રશંસા કરતા જોવા મળે છે.

એક સોશિયલ મીડિયા યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું, “અભિનંદન ભાઈ. હવે મજા શરૂ થશે. હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો.” એક ફેને લખ્યું, “હું પણ તમારી ફિલ્મોની આતુરતાથી રાહ જોઉં છું.”તમને જણાવી દઈએ કે કપિલ શર્મા તેના કોમેડી શો માટે જાણીતો છે પરંતુ તેણે ફિલ્મ ઉદ્યોગમાં પણ ઘણું કામ કર્યું છે. કપિલ શર્માએ પોતાની કારકિર્દીની શરૂઆતથી અત્યાર સુધી કુલ ૯ ફિલ્મોમાં કામ કર્યું છે. કપિલ શર્માએ ૨૦૧૦માં આવેલી ફિલ્મ ‘ભાવનાઓ કો સમજો’ થી મોટા પડદા પર પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

પરંતુ તે ૨૦૧૫માં આવેલી ફિલ્મ “કિસ કિસ કો પ્યાર કરું” માં પહેલી વખત મુખ્ય ભૂમિકામાં દેખાયો હતો.આ પછી તેણે ‘ફિરંગી’ ફિલ્મ બનાવી જે ફ્લોપ રહી હરી. કપિલ શર્માએ ‘ઝ્વિગાટો’ નામની ફિલ્મ પણ બનાવી હતી જેમાં તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, આ ફિલ્મની પણ ખૂબ પ્રશંસા થઈ હતી. પરંતુ પછી કપિલ શર્માએ લાંબા સમય સુધી કોઈ કોમેડી ફિલ્મ ન કરી. હવે તે “કિસ કિસ કો પ્યાર કરું ૨” દ્વારા ફરી એકવાર મોટા પડદા પર કોમેડી કરવા પરત ફરી રહ્યો છે. કોમેડિયન તરીકે સફળ કપિલ શર્મા એક સારો અભિનેતા પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.