બાળકોમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM)ને પ્રોત્સાહન આપવા સ્ટેમ ફેસ્ટ યોજાઈ
પહેલી L&T નેશનલ સ્ટેમ ચેલેન્જમાં યુવા પ્રતિભાઓ નિખરી
ભારતભરમાં યોજાયેલી સ્પર્ધાઓમાં 6,000 વિદ્યાર્થીઓએ ભાગ લઈને તેને મેગા ઇવેન્ટ બનાવી
મુંબઈ, ચેન્નઈની ગેરુગમબક્કમની સરકારી હાઇસ્કૂલ ત્રીજી ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાયેલી પહેલી એલએન્ડટી નેશનલ સ્ટેમ ચેલેન્જમાં નેશનલ ચેમ્પિયન તરીકે ઊભરી આવી હતી. આ ઇવેન્ટ સ્કૂલના બાળકોમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (સ્ટેમ)ને પ્રોત્સાહન આપવા માટે ભારતભરના છ શહેરોમાં એલએન્ડટી દ્વારા યોજાયેલી પ્રાદેશિક સ્તરની સ્ટેમ ફેસ્ટનું સમાપન હતું.
તેના સીએસઆર કાર્યક્રમના ભાગરૂપે એલએન્ડટીએ વિક્રમ એ સારાભાઈ કમ્યૂનિટી સાયન્સ સેન્ટર (વીએએસસીએસસી)ના સહયોગથી આ પહેલ હાથ ધરી હતી.
ત્રીજી ફેબ્રુઆરીએ પોવઇમાં એએમએન ટાવર ખાતે યોજાયેલી એલએન્ડટી નેશનલ સ્ટેમ ચેલેન્જે એલએન્ડટીના એન્જિનિયરિંગ ફ્યુચર્સ પહેલ દ્વારા સ્ટેમ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મોટું યોગદાન આપ્યું હતું. તેણે ભારતની બાળકોની અભૂતપૂર્વ પ્રતિભા તથા નવીનતા દર્શાવી હતી જેમાં ત્રણ રાઉન્ડની તીવ્ર સ્પર્ધા બાદ ગેરુગમબક્કમની સરકારી હાઇસ્કૂલ નેશનલ ચેમ્પિયન તરીકે ઊભરી આવી હતી જ્યારે ચેન્નઈની વેલાપ્પંચવુડીની સરકારી હાઇસ્કૂલ તથા ગુજરાતના હઝીરાની શ્રી કંચનલાલ મામાવાળા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી હતી. કોઇમ્બતોરના કલિન્નાનપુધુરની સરકારી હાઇસ્કૂલે જ્યુરી સ્પેશિયલ પ્રાઇઝ જીત્યું હતું.
ધોરણ 6થી 8ના લગભગ 6,000 વિદ્યાર્થીઓએ ઇન્ટ્રા અને ઇન્ટર સ્કૂલ સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેમાં ઓક્ટોબર 2023થી લેવાતી પ્રાદેશિક સ્તરની સ્ટેમ ફેસ્ટમાં ભાગ લેવા માટે 208 ટીમો (416 બાળકો)ને પસંદ કરવામાં આવ્યા હતા. આ પૈકી ચેન્નઈ, કોઇમ્બતોર, હઝીરા, વડોદરા, તાલેગાંવ અને મુંબઈની 24 ટીમો (50 બાળકો) એલએન્ડટી નેશનલ સ્ટેમ ચેલેન્જમાં પ્રવેશી હતી.
ચાર વિજેતા સ્કૂલોએ નેશનલ ચેમ્પિયન માટે રૂ. 50,000નું રોકડ ઇનામ જીત્યું હતું, બીજા સ્થાન માટે રૂ. 30,000 અને ત્રીજા સ્થાન તથા જ્યુરી સ્પેશિયલ વિજેતા દરેકને રૂ. 20,000ને તેમની સાયન્સ લેબને અપગ્રેડ કરવા માટે મળ્યા હતા. આ ઉપરાંત તમામ ચારેય વિજેતા ટીમોને સ્ટેમમાં વધુ અભ્યાસ કરવા માટે ટેલિસ્કોપ, ડ્રોન અને ડીઆઈવાય રોબોટિક્સ કિટ્સ સહિતના ઇનામો તથા લીડરશિપ ટીમ સાથે વાતચીત કરવા તથા એલએન્ડટીના ટેક પ્રોજેક્ટ્સની મુલાકાત લેવાની તક મળી હતી.
એલએન્ડટીના ચેરમેન અને એમડી શ્રી એસ એન સુબ્રમણ્યને ઇનામ વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “પહેલી એલએન્ડટી નેશનલ સ્ટેમ ચેલેન્જમાં ભાગ લેનારા યુવા ઇનોવેટર્સે દર્શાવેલી અભૂતપૂર્વ પ્રતિભા અને રચનાત્મકતા નિહાળવી ખરેખર ગૌરવની વાત છે. સ્ટેમ શિક્ષણ આપણા બાળકોના ભવિષ્યને ઘડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે અને આના જેવી પહેલ ગુણવત્તાસભર શિક્ષણની એક્સેસ વિસ્તારવામાં અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને સુનિશ્ચત કરે છે કે ગમે તે બેકગ્રાઉન્ડ ધરાવતા બાળકોને રોમાંચક સ્ટેમ વિશ્વમાં ઊંડા ઇતરવા માટેની તક મળવી જોઈએ.”
એલએન્ડટી નેશનલ સ્ટેમ ચેલેન્જ ત્રણ રોમાંચક લેવલમાં યોજાઈ હતી અને વિદ્યાર્થીઓએ સ્પર્ધાના વિવિધ તબક્કામાં ભાગ લીધો હતો. પહેલા લેવલમાં વિદ્યાર્થીઓએ ઇન્ટ્રા-સ્કૂલ સ્ટેમ મોડલ મેકિંગ સ્પર્ધામાં તેમની પ્રતિભા દર્શાવી હતી અને ગ્રીન તથા સસ્ટેનેબલ એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ, સ્માર્ટ સ્કૂલ્સ, સેટેલાઇટ એન્ડ લોન્ચ વ્હીકલ્સ જેવી ઇનોવેટિવ થીમ રજૂ કરી હતી. દરેક સ્કૂલની પ્રતિભાશાળી ટીમો લેવલ 2ની રિજનલ ઇન્ટર-સ્કૂલ સ્ટેમ ફેસ્ટ અને કમ્પિટિશનમાં પ્રવેશી હતી. આ તબક્કે વિદ્યાર્થીઓએ સાયન્સ આર્ટ, સાયન્સ ક્વિઝ, સાયન્સ એલોક્યુશન અને ડિઝાઈન ચેલેન્જ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
એલએન્ડટીના સ્વયંસેવકોએ પ્રાદેશિક અને રાષ્ટ્રીય તબક્કા સુધી નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને વિદ્યાર્થીઓ સાથે સક્રિયપણે સામેલ થઈને સ્પર્ધા માટે સ્ટેમ મોડલ્સ તૈયાર કરવા માટે તેમને મદદરૂપ થવા મેન્ટરશિપ અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા. આ સહયોગથી ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક ખ્યાલની ઊંડી સમજ કેળવાઈ હતી.