Western Times News

Gujarati News

ચંદ્રની સપાટીનું તાપમાન 50 ડિગ્રી અને નીચે -10 ડિગ્રી તાપમાન

ચંદ્રયાન-૩ એ ચંદ્ર વિશે જાણકારી આપવાનું શરૂ કર્યું

(એજન્સી)નવી દિલ્હી, ભારતના ચંદ્રયાન-૩ એ ચંદ્ર વિશે જાણકારી આપવાનું શરૂ કરી દીધુ છે. વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન પર લાગેલા તમામ ઉપકરણ સારી રીતે કામ કરી રહ્યાં છે. વિક્રમના પેલોડે તો શરૂઆતી ડેટા મોકલી આપ્યો છે. ભારતીય અંતરિક્ષ એજન્સીએ આ અપડેટ  પર શેર કર્યું છે.

વિક્રમ લેન્ડર પર લાગેલ ChaSTE (ચંદ્રની સપાટીનો થર્મોફિઝિકલ પ્રયોગ) ધ્રુવની આસપાસ ચંદ્રમાની ઉપર રહેલી માટીનું તાપમાન માપે છે. તેની મદદથી ચંદ્રમાની સપાટીના તાપના વ્યવહારને સમજી શકાશે.

ઝ્રરટ્ઠજી્‌ઈ માં એક ટેમ્પ્રેચર પ્રોબ છે જે કંટ્રોલ્ડ એન્ટ્રી સિસ્ટમની મદદથી સપાટીમાં ૧૦ સેમીની ઉંડાઈ સુધી પહોંચી શકાય છે. તપાસમાં ૧૦ અલગ-અલગ તાપમાન સેન્સર લાગેલા છે. ઈસરોએ જે ગ્રાફ શેર કર્યો છે, તે અલગ-અલગ ઊંડાણ પર નોંધાયેલ ચંદ્રની સપાટી/નજીકની સપાટીના તાપમાનનું અંતર દર્શાવે છે. તે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર કરવામાં આવેલી પ્રથમ તપાસ છે. ભારત આ કરનારો પ્રથમ દેશ છે. ઈસરોએ કહ્યું કે ડેટાનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

ઈસરોએ ચંદ્રયાન-૩ ને લઈને ગ્રાફ શેર કર્યો છે, તે પ્રમાણે ચંદ્રની સપાટીનું તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસ છે. ઊંડાણમાં જવા પર તાપમાન ઝડપથી નીચે આવે છે. ૮૦ મિલીમીટર અંદર જવા પર તાપમાન -૧૦ ડિગ્રી સુધી નીચે આવે છે. બીજા શબ્દોમાં કહો તો તેમ લાગે છે કે ચંદ્રમાની સપાટી હીટને રિટેન કરી શકતી નથી.

ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું કે રોવર ચંદ્રની સપાટી પરથી જે તસવીરો લઈ રહ્યું છે તેને ઈસરો સ્ટેશન સુધી પહોંચવામાં સમય લાગશે. તેમણે કહ્યું કેઆમાં યુએસએ, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશોના ગ્રાઉન્ડ સ્ટેશનનો સહયોગ માંગી રહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે ચંદ્રની સપાટી પર વાતાવરણ ન હોવાથી તમામ પડછાયાઓ ઘેરા છે અને તેના કારણે સ્પષ્ટ ચિત્રો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. સોમનાથે કહ્યું કે ભારત પહેલો દેશ છે જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યું છે. પર્વતો અને ખીણોને કારણે દક્ષિણ ધ્રુવમાં ચંદ્રની સપાટી ખૂબ જ જટિલ છે અને ગણતરીની થોડી ભૂલ પણ લેન્ડર મિશનને નિષ્ફળ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.