Western Times News

Gujarati News

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જાણો કયા કયા દિગ્ગજોએ કર્યુ મતદાન

રાજકોટ, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની સૌરાષ્‍ટ્ર – કચ્‍છ – દ.ગુજરાતને આવરી લેતા ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે ગુલાબી ઠંડી વચ્‍ચે મતદાન શરૂ થયું છે. ૭૦ મહિલા ઉમેદવારો સહિત ૭૮૮ જેટલા ઉમેદવારોનું રાજકીય ભાવિ 2.39 કરોડ  મતદારો ઇવીએમમાં કેદ કરી રહ્યા છે. સવારના 11 કલાકની સ્થિતિએ જોઈએ તો,  શરૂઆતના ત્રણ કલાકમાં 18.86% મતદાન. સૌથી વધુ તાપીમાં 26.47 ટકા મતદાન. દ્વારકામાં સૌથી ઓછું 15. 86% મતદાન થયું છે.

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, રીવાબા જાડેજા, જયેશ રાદડિયા, પરેશ ધાનાણી, છોટુ વસાવા, કાંતિ અમૃતિયા વગેરેએ મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન, ગૃહમંત્રી તથા રાહુલ ગાંધીએ લોકોને મોટા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરી છે.”

સુરત ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સહપરિવાર મતદાન કર્યું. તમે પણ લોકશાહીના આ પર્વમાં જોડાઈ તમારા મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ ચાલી રહ્યું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 (718 પુરૂષ ઉમેદવાર, 70 મહિલા ઉમેદવાર) ચૂંટણી મેદાનમાં છે, ત્યારે સવારે 10 વાગ્યા સુધીમાં 12 ટકા મતદાન થયું છે.

સમગ્ર દેશના લોકોની જ્‍યાં નજર કેન્‍દ્રીત થઇ છે તે ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે સવારથી જ અનેક મતદાન કેન્‍દ્રો ઉપર લાંબી લાંબી લાઇનો જોવા મળતા રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવા નિર્દેશ મળે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે, સવારે ૮ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદારો આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના લોક લાડીલા ઉમેદવારને મત આપી રહ્યા છે. પ્રથમ તબક્કામાં કુલ ૮૯ બેઠકોનો સમાવેશ થાય છે.

તો બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર ચૂંટણીનો સંગ્રામ જોવા મળશે. મતદાન સાંજે ૫.૦૦ વાગે પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ ૧૯ જિલ્લાઓમાં મતદાન થઇ રહ્યું છે.

ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે. તો બાકીની ૯૩ બેઠકો પર ૫મી ડિસેમ્બરે મતદાન યોજાશે અને આ બંને તબક્કાઓમાં ૧૮૨ બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ ૮મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.

ઉમરગામમાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદારોની લાંબી કતારો લાગી હતી. વહેલી સવારથી મહિલા અને પુરૂષોની લાંબી કતારો લાગી હતી.  પોલીસ બંદોબસ્ત શાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી..પાંચ ટર્મથી જીત મેળવતા વારલી સમાજના ભાજપનાં ઉમેદવાર રમણ પાટકર સામે કોંગ્રેસે પ્રથમ વાર વારલી સમાજના ઉમેદવાર નરેશ વળવીને મેદાનમાં ઉતાર્યા છે.

ટીંબી ગામે #AAP ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ મતદાન કર્યુ, મત આપી ટ્વિટ કરી જણાવ્યું હતું કે,  તમારા બાળકોના શિક્ષણ માટે, સારી આરોગ્ય વ્યવસ્થા માટે, સારી જનસુવિધાઓ માટે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અને એક ઈમાનદાર યુવા સરકાર બનાવવા માટે મતદાન કરો.

ગોંડલ અક્ષર મંદિરના સંતો મહંતો સ્વામિનારાયણ ગુરૂકુળમાં મતદાન કર્યું હતુ. જયરાજસિંહ જાડેજાએ ગુરૂકુળ ખાતે મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરાવા અપીલ કરી હતી.

પુરૂષોત્તમ રૂપાલાએ અમરેલીના ઇશ્વરીયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં જઇને મતદાન કર્યુ. પુરૂષોત્તમ રૂપાલાએ ઈશ્વરીયા ખાતે આવેલા મહાદેવના આશીર્વાદ લઇને મતદાન કર્યું. પુરૂષોત્તમ રૂપાલા પોતાના ઘરેથી ચાલીને એશ્વર્યા મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. અમરેલીના ઇશ્વરીયા ગામે વોટરોની લાઇનો જોવા મળી હતી.

જામનગર ઉત્તરના ઉમેદવાર રીવાબાએ રાજકોટમાં આઈપી મિશન ખાતે મતદાન કર્યું હતું, કારણ કે તેમનું રાજકોટની મતદાર યાદીમાં નામ છે. જયારે રવિન્દ્રસિંહ જાડેજાનું નામ જામનગરની મતદાર યાદીમાં છે. જયારે હોટ સીટ બનેલી ગોંડલ સીટના ઉમેદવાર ગીતાબાના પતિ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.