રાજ્યમાં બન્યો પ્રથમ સિંગલ પિયર સિક્સ-લેન એલિવેટેડ ફ્લાયઓવર
(એજન્સી)ગોંડલ, ગુજરાતના CM Bhupendra Patel ગોંડલ ચોકડી પરના ૬ લેન એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. જે ગુજરાતનો પહેલો સિંગલ પિયર ફ્લાયઓવર છે. First single pier six-lane elevated flyover in the state
એટલે કે એક જ થાંભલા પર છ લેનનો બ્રિજ તૈયાર કરાયો છે. દેશભરમાં અત્યાર સુધીમાં આવા ત્રણ બ્રિજ બન્યા છે. આ ૧.૨ કિલોમીટર લાંબો ઓવરબ્રિજ ૯૦ કરોડના ખર્ચે થયો તૈયાર કરાયો છે. ગુજરાતનો પહેલો અને દેશનો ત્રીજાે સિંગલ પિયર ઓવરબ્રિજ ચાર વર્ષની કામગીરી બાદ તૈયાર કરાયો છે.
આ ઓવરબ્રિજ ૧૫૦ ફૂટ રિંગરોડ, ગોંડલ રોડ અને અમદાવાદ નેશનલ હાઈ-વે એમ ત્રણ તરફ ખુલે છે. ગોંડલ, જેતપુર, જૂનાગઢ, સોમનાથ, પોરબંદર, દ્વારકા જતા વાહનોની સાથે જ શાપર ઔદ્યોગિક વિસ્તારમાં જવા માટે પણ અહીંથી જ પસાર થવુ પડે છે.
આ ઓવરબ્રિજની સુવિધાને પગલે રાજકોટથી જૂનાગઢ અને ગોંડલ તરફ જવા ઇચ્છતા લોકો ગોંડલ ચોકડી પાસે ટ્રાફિકનો ભોગ બન્યા વગર સરળતાથી પરિવહન કરી શકશે. તેમજ ગોંડલથી અમદાવાદ આવવા માંગતા લોકો સીધા બાયપાસ થઇને અમદાવાદ હાઇવે પહોંચી શકશે.
ગોંડલ ચોકડી ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તૈયાર થયેલ સીક્સ-લેન એલિવેટેડ ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું.
ગુજરાતના આ સૌપ્રથમ સિંગલ પિયર પર બનેલ ફ્લાયઓવર થકી આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટશે તેમજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ સહિતના જિલ્લાના વાહનવ્યવહારને સુગમતા પ્રાપ્ત થશે. pic.twitter.com/mS7lnT0OHi
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 5, 2023
આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળ સહિત ગોંડલ અને જૂનાગઢ, સોમનાથ તરફ જતા પ્રવાસીઓને પણ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.