Western Times News

Gujarati News

એન્જીનિયરીંગ બેઠકો ખાલી રહેતાં ડિપ્લોમા ATKT પાસ વિદ્યાર્થીને ડિગ્રીમાં પ્રવેશ

ડીપ્લોમાં ઈજનેરીના ચોથા સેમેસ્ટરના રિમીડિયલ પાસ વિદ્યાર્થીઓ માટે રૂબરૂ પ્રવેશ

અમદાવાદ, ડીપ્લોમાં ટુ ડીગ્રી ઈજનેરી પ્રવેશ ડિટુડી માટેની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયામાં આ વર્ષે પ્રથમવાર ડિપ્લોમાં ઈજનેરીના ચોથા સેમેસ્ટરની પુરક પરીક્ષાના પાસ થયેલ વિધાર્થીઓને પણ ડીગ્રી ઈજનેરીમાં પ્રવેશની તક મળશે. કારણ કે પ્રવેશ સમીતી દ્વારા ટેકનીકલ એજયુકેશન કમીશ્નરની મંજુરીથી ખાસ રાઉન્ડ આ વિધાર્થીઓ માટે કરવામાં આવ્યો છે.

ડીપ્લોમાં ઈજનેરીના વિધાર્થીઓને ડીગ્રી ઈજનેરીમાં બીજા વર્ષમાં સીધો લેટરલ એન્ટ્રીમાં પ્રવેશ અપાય છે. આ માટેની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે ૪૯ હજારથી વધુ બેેઠકો છે. ડિટુડી માટેની અગાઉના વર્ષની ખાલી બેઠકો સાથે દરવર્ષે બેઠકો વધે છે. પરંતુ વિધાર્થીઓ વધતા નથી.

આ વર્ષે અગાઉના વર્ષની ૪ર૪૩૦ ખાલી બેઠકો ઉમેરાઈ છે. જે સાથે કુલ ૪૯ર૧ બેઠકો છે. જેમાંથી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની ૭૧૧૩ બેઠકો છે. બે ઓનલાઈન રાઉર્ન્ડ બાદ સરકારી અને ગ્રાન્ટેડની ૩પ૦૦ જેટલી બેઠકો ખાલી પડી હતી. જે માટે પ્રવેશ સમીતી દ્વારા ત્રીજાે રાઉન્ડ ઓફલાઈન ધોરણે રૂબરૂ કાઉન્સેલીગ પ્રક્રિયાથી કરાયો હતો.

આ રાઉન્ડમાં પ૦૦થી વધુ વિધાર્થીઓને પ્રવવેશ મળ્યો હતો. આ રાઉન્ડ બાદ પણ હજુ ર૯૦૦થી વવવધુ સરકારી-ગ્રાન્ટેડ બેઠકો ખાલી પડી છે. દરમ્યાન જીટીયુ દ્વારા ગઈકાલોે ડીપ્લોમાં ઈજનેરીમાં પરીક્ષાનું પરીણામ પણ જાહેર કરી દેવાયુું છે. અત્યાર સુધી ડિટુેડી ઈજનેરીમાં રેગ્યુલર પાસ થયેલા વિધાર્થી ઉપરાંત છઠ્ઠા સેમેસ્ટરની રીમીડીયલ અને પાંચમાં સેમેસ્ટરની રીમીડીયલ પરીક્ષાના પાસ થયેલ વિધાર્થીઓને પ્રવેશની તક મળી જતી હતી

પરંતુ આ વર્ષે પ્રથમવાર ચોથા સેમ.ના એટીકેટી પાસ વિધાર્થીઓએ પણ તક મળશે. જે માટે પ્રવેશ સમીતી દ્વારા વિધાર્થીઓના આર્થિક હીતને ધ્યાને રાખતા ખાસ વધારાનો ઓફલાઈન રાઉન્ડ કરવામાં આવ્યો છે. આ એટીકેટી પાસ અને મેરીટમાં સમાવાયેલા ૩૧૯ વિધાર્થી છે. જેઓને ૧૬મીએ. રૂબરૂ પ્રવેશ માટે બોલાવાયા છે. ઉપરાંત અગાઉ રજીસ્ટ્રેશન પાસ હોય તેઓ પણ સ્પોટ એડમીશન માટે આવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.