નર્મદામાં હિલ્સા માછલીની વિપુલ પ્રમાણમાં આવકથી માછીમારો ખુશ

સમગ્ર પશ્ચિમ બંગાળમા હિલ્સા માછલીની ભારે માંગ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાની મધ્ય માંથી પસાર થતી અને દહેજ ના દરિયામાં ભળતી નર્મદા નદીના કઈક ખારા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીનો જુવાર આ વર્ષે સારો રહેતા માછીમારોમાં ખુશી જાેવા મળી રહી છે.તો દૂર દૂર થી વેપારીઓ પણ ખરીદી માટે ઉમટતા માછીમારો માછલીઓના જથ્થાના પેકિંગ માટે વ્યસ્ત બન્યા છે.
ભરૂચ જિલ્લામા કોરોનાકાળનાં બે વર્ષ દરમ્યાન માછીમારોનો ધંધો પડી ભાંગ્યો હતો.બે વર્ષ બાદ નર્મદા નદીમાં નવા નીર આવતા દરિયાના ખારા પાણી માંથી નર્મદા નદીના મીઠા પાણીમાં પ્રજનન માટે હિલ્સા માછલી આવતા માછીમારોની સિઝન શરૂ થતી હોય છે અને એકાદશી થી માં નર્મદા નદીની પૂજા – અર્ચના કરી માછીમારીની શરૂઆત કરતા હોય છે.
ત્યારે નર્મદા નદી માંથી ચોમાસા દરમ્યાન મળતી હિલ્સા માછલીની સમગ્ર વિશ્વમાં માંગ છે.ત્યારે દરિયાના ખારા પાણી માંથી પ્રજનન માટે નર્મદા નદીના મીઠા પાણીમાં આવતી ચાંદીની પાટ કહેવાથી હિલ્સા માછલીને પકડી માછીમાર ચોમાસાના ચાર મહિનામાં આખા વર્ષની કમાણી ભેગી કરી પરિવારનું ગુજરાન કરતા હોય છે.
ત્યારે આ વર્ષે પ્રથમ જુવાર સારો આવતા માછલીઓ પુષ્કર પ્રમાણ જાેવા મળી રહી છે. બે વર્ષ બાદ હિલ્સા માછલીની આવક થતા વેપારીઓ પણ દૂર દૂર થી ખરીદી માટે ભાડભૂત આવી રહ્યા છે.તો બીજી બાજુ હિલ્સા માછલીના સ્વાદ શોખીન લોકોમાં પણ ખરીદી માટે ભાડભૂત આવતા અહી ધસારો જાેવા મળી રહ્યો છે.
જેના કારણે ભાડભૂત જેવા નાના ગામમાં ખુબ ચહલ પહલ વધી ગઈ છે.જાેકે આ વર્ષે હિલ્સાનો ભાવ વધારે હોવાથી ખરીદદારો મા થોડી નારાજગી જાેવા મળી રહી છે.જાેકે ચોમાસા દરમ્યાન જ મળતી હિલ્સા માછલીની આવક શરૂ થતાં જ સ્વાદ શોખીનો અને માછીમારો માટે તો આ સીઝન કોઈ ઉત્સવ થી કમ નથી એમ લાગી રહ્યું છે.