વાગરાના ચાંચવેલ ગામેથી ૨૫ કિલો ગૌમાંસ સાથે પાંચ આરોપી ઝબ્બે
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતેથી ૨૫ કિલો ગૌમાંસનો જથ્થો વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો.પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી પાંચેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.પોલીસની કાર્યવાહીને લઈ ગૌવંશનું કટલ કરતા,ગૌવંશની હેરાફેરી કરતા સહિત ગૌમાંસનું વેચાણ કરતાઓમાં રીતસરનો ફફડાટ ફેલાય જવા પામ્યો હતો.
વાગરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામે ગૌ-વંશનું કટલ કરાતુ હોવાની ચોક્કસ માહિતીના આધારે વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેકટર અનિતાબા જાડેજાએ બે પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફ સાથે ચાંચવેલ ગામે દરોડા પાડ્યા હતા.જ્યાં (૧) ભાજપના અગ્રણી એવા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઈસ્માઈલ પટેલના રહેણાંક મકાનમાં ઝડતી તપાસ કરતા ૧૭ કિલોગ્રામ જેટલુ શંકાસ્પદ પશુમાંસ મળી આવ્યુ હતુ
(૨) મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલનાઓના ઘરેથી પણ ૧ કિલોગ્રામ (૩) શકીલ સુલેમાન પટેલના ઘરેથી ૩.૫ કિલોગ્રામ તેમજ (૪) ઈમરાન ગફુર પટેલના ઘરેથી પણ ૩.૫ કિલોગ્રામ મળી કુલ ૨૫ કિલોગ્રામ જેટલું શંકાસ્પદ પશુમાંસ મળી આવતા પોલીસે જથ્થા માંથી વેટરનીતી ડોકટરને સેમ્પલો તપાસણી અર્થે સુરત ખાતે મોકલી આપ્યા હતા.
જે સેમ્પલોનું પરીક્ષણ થઈ રિપોર્ટ આવતા ગૌમાંસ હોવાનું માલુમ પડ્યુ હતુ.જેથી વાગરા પોલીસે રિયાઝ ઉર્ફે ડેનિયલ ઈસ્માઈલ પટેલ,મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલ,સકીલ સુલેમાન પટેલ અને ઇમરાન ગફુર પટેલનાઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓ ચારેયએ ભાગમાં પૈસા કાઢી ગામનાજ ગની અબ્દુલ પાસેથી ૪,૦૦૦ રૂપિયામાં ખરીદી કરી હતી
અને તે ગાયનું કટલ કરી ભાગે પડતુ માંસ અમોએ લીધુ હતુ.આરોપીઓએ ગાયનું ચામડું સહિત બિનઉપયોગી વસ્તુઓ ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો.વાગરા પોલીસે ઇપીકો કલમ – ૨૯૫(ક), ૪૨૯,૨૦૧,૧૧૪ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ની કલમ-૫(૧-ક) તથા ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની કલમ-૬ ખ (૧) અને (૨) તથા ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ – ૮
તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ની કલમ -૧૧(૧)(ઢ) તથા જીપી એક્ટ-૧૧૯ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.પાંચેય આરોપીઓને પોલીસે આમોદ કોર્ટમાં રજૂ કર્યા હતા.કોર્ટે તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.