સાળંગપુર પાસે પાર્ક કરેલી પાંચ કાર બળીને ખાક

File
બોટાદ, બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે શ્રી કષ્ટભંજન દેવના દર્શને આવેલા યાત્રિકોએ પાર્ક કરેલી કારમા આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે દર્શનાર્થે પધારેલા યાત્રિકોએ પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને કારણે પોતાના વાહનો રોડની બન્ને બાજુમાં તેમજ સાસરીયા તરફ જતા રોડ પર પાર્ક કર્યા હતા
એ દરમિયાન બપોરના સમયે પવનને કારણે વીજ વાયરો અથડાતા તેના તીખારાનાં કારણે વાડમાં આગ લાગી હતી જેને કારણે સાસરીયા રોડ પર પાર્ક કરેલી આશરે પાંચ જેટલી કાર આગની લપેટમાં આવી જતા ભડભડ સળગી ઉઠી હતી. આ બનાવને પગલે ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી.