Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં નશાયુક્ત સિરપ પીવાથી પાંચનાં મોત

ઘટનાની જાણ થતાં સમગ્ર જિલ્લા પોલીસે શરૂ કરેલી તપાસ: ત્રણ વ્યક્તિની અટકાયત

(એજન્સી)ખેડા, ખેડામાં ૫ વ્યક્તિના શંકાસ્પદ મોત થતા મામલો ગરમાયો છે. કારણ કે એક સાથે ૫-૫ લોકોના મોત અરેરાટી વ્યાપી ગઈ છે.છેલ્લા ૨ દિવસમાં બિલોદરા અને બગડુ ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત થયા છે.. ત્યારે પોલીસે પણ સમગ્ર કાંડ મામલે ૩ લોકોની અટકાયત કરીને છે. સિરપ વેચનાર છે

નારાયણ સોઢાની ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સામાં કુલ ૩ વ્યક્તિને અટકમાં લેવાયા છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ સમગ્ર ઘટનાક્રમમાં અન્ય એક વ્યક્તિને પણ ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોÂસ્પટલમાં દાખલ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર કાંડ મામલે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. આ કેસમાં હવે નડિયાદ રૂરલ પોલીસ તપાસ કરી રહી છે. જે પાંચ લોકોના મૃત્યુ થયા છે તે તમામના મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.. ત્યારે પોસ્ટમોટર્મ રિપોર્ટ બાદ જ સમગ્ર હકિકત સામે આવશે.

જે સિરપથી મોત થયા હોવાની ચર્ચા થઈ રહી છે તે સિરપનું વેચાણ મહેમદાવાદ, નડિયાદ, મહુધા, ઉમરેઠ, ભાલેજમાં ધુમ વેચાણ થઈ રહ્યું છે. અત્યારના યુવાનો હવે આ નવા સિરપના નશા તરફ વળ્યા છે. મળતી માહિતી મુજબ સિરપ સાથે યુવાનો સાદી સોડાને મિક્સ કરીને નશો કરી રહ્યાં છે. વળી પાછુ આ પીણાને લોકોએ નવું નામ આપ્યું છે. જેનું નામ છે ફેન્સીડી.

નશીલા સિરપથી ૫ લોકોનાં મોત મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ૩ લોકોની અટકાયત કરી છે. પોલીસે યોગેશ સિંધી, કિશોર સોઢા અને ઇશ્વર સોઢાની અટકાયત કરી છે. હાલ તો પોલીસ નશીલા સિરપ મામલે ત્રણેયની કડકાઈથી પૂછપરછ કરી રહી છે.

એમાં પણ સિરપ વેચારના નારાયણ સોઢાની જેને પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરી છે તે કોઈ બીજુ નહીં પણ ભાજપનો નેતા નીકળ્યો છે. જેથી મામલો વધુ ગરમાયો છે. જો કે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ કંઈ પણ બોલવા તૈયાર નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

બે વ્યÂક્તના નિપજ્યા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરાઈ ન હતી. પરંતુ એક પછી એક પાંચ વ્યÂક્તઓ મોતને ભેટતાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં જ સમગ્ર જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે સમગ્ર ઘટનામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ચર્ચાઈ રહ્યું છે કે, આ અંગે અમદાવાદ પોલીસે પણ તપાસ શરૂ કરી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દાણીલીમડામાં રહેતા એક શખ્સને નશીલા પદાર્થાેથી નશાયુક્ત સીરપ બનાવવાના આરોપસર ઝડપી લીધો છે. આ શખ્સને અન્ય એક શખ્સ નશીલી ગોળીઓ સપ્લાય કરતો હતો. તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી પોતે પણ નશો કરતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ખેડા જિલ્લા પોલીસે સઘન તપાસ કરી તમામ આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. પકડાયેલા ત્રણેય આરોપીઓની હાલ પૂછપરછ ચાલી રહી છે.
આ દરમિયાનમાં ગામની સીમમાંથી શંકાસ્પદ આયુર્વેદિક ખાલી બોટલોનો જથ્થો મળી આવતાં પોલીસ અધિકારીઓ ચોંકી આવ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત તપાસની કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.