શહેર કોટડામાંથી પાંચ જુગારીઓ દોઢ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુગાર અને સટ્ટાની પ્રવૃતિ વિરૂધ્ લાલ આંખ કર્યા બાદ શહેર પોલીસે કેટલાંય જુગારધામો પર દરોડો પાડીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સ્થિતિમાં ગઈકાલે શહેરકોટડા, પોલીસે પાંચ જુગારીઓને ઝડપ્યા છે. જ્યારે હવેલી અને ક્રાઈમ બ્રાંચ પોલીસે ઈન્ડીયા- વેસ્ટ ઈન્ડીઝ મેચ પર સટ્ટો રમતા શખ્સોની અટક કરી છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ એલ જેબલીયાએ બાતમીને આધારે બુધવારે રાત્રે ૧૦ વાગ્યે સરસપુરમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં દરોડો પાડ્યો હતો. જેમાં બાપુનગર તથા સરસપુરના પાંચ શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે ત્યાંથી કુલ ૧ લાખ ૬૪ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જ્યારે ભારત તથા વેસ્ટ ઈન્ડીઝ મેચ પર સટ્ટો રમતા હોવાની બાતમી મળતા જ હવેલી પોલીસે જમાલપુર વૈશ્ય સભા નજીકથી હરીશ સોલંકી અને મુનાફ ડુંડાવાળાની અટક કરી હતી. આ બંન્ને પાસેથી કુલ ૭૧,ર૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામં આવ્યો હતો. જ્યારે ક્રાઈમ બ્રાંચે વ†ાલ કર્ણાવતી બંગ્લોઝ નજીક વૃંદાવન સોસાયટી આગળ જાહેરમાં જ સટ્ટો લેતા વસંત ઠક્કર નામના શખ્સને ઝડપી લીધો છે.