બાંદ્રા વર્લી સી લિંક ઉપર અકસ્માતમાં પાંચના મોત

મુંબઈ, મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર સવારે ૩.૩૦ વાગ્યે એક દર્દનાક અકસ્માત થયો હતો. અહીં એક પછી એક ૫ વાહનો અથડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં કુલ ૫ લોકોના મોત થયા છે. તે જ સમયે, લગભગ ૬ ઘાયલોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધા બાંદ્રાથી વર્લી જઈ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા બે વાહનોને અકસ્માત થયો હતો.
અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે પહોંચેલી એમ્બ્યુલન્સ સાથે વધુ ત્રણ વાહનો પાછળથી અથડાયા હતા. હાલમાં બાંદ્રાથી વરલીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે પાંચેય વાહનોના ફુરચા ઉડી ગયા હતા. તે જ સમયે, અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ હતી. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ખરેખર, મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવે તે પહેલા જ એમ્બ્યુલન્સ અને પહેલાથી અથડાયેલી કાર સાથે વધુ ત્રણ વાહનો અથડાયા હતા. આ અથડામણમાં તમામ વાહનોના ફુરચા ઉડી ગયા હતા.
માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને રાહત કાર્ય શરૂ કર્યું. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. મળતી માહિતી મુજબ ઘાયલોમાં ૩ થી ૪ લોકોની હાલત અત્યંત ગંભીર છે. હાલ તેની સારવાર ચાલી રહી છે, જ્યારે પોલીસે તેના પરિવારજનોને પણ જાણ કરી છે. સાથે જ સાવચેતીના ભાગરૂપે બાંદ્રાથી વરલી સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.SS1MS