યુપીમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં ૫ાંચના મોત
ફિરોઝાબાદ, ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદના નૌશેહરામાં એક ઘરમાં રાખેલા ફટાકડામાં અચાનક આગ લાગી જોરદારી ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. જેમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના ૧૨ મકાનો ધરાશાયી થઈ ગયા હતા. જ્યારે અનેક મકાનોના બારી-બારણા તુટી ગયા હતા, કાટમાળ નીચે દટાયેલા લોકોને મોડી રાત સુધી જેસીબી વડે શોધવાની કામગીરી ચાલી રહી હતી. નેશનલ હાઈવે પર નૌશેહરામાં ચંદ્રપાલ નામના વ્યક્તિનું મકાન ભાડે રાખીને ભડુઆત ભુરા ખાને ફટાકડાનો ગોડાઉન બનાવ્યો હતો.
સોમવારે રાત્રે ૧૦.૩૦ કલાકે કોઇ કારણોસર ફટાકડામાં આગ લાગી હતી. શક્યતા એવી છે કે નજીકમાં કામદારો ખોરાક રાંધતા હતા જેના કારણે તણખા ફટાકડા સુધી પહોંચી ગયા હતા. ફટાકડામાં લાગેલી આગને કારણે જોરદાર વિસ્ફોટ થયો અને નજીકના ત્રણ મકાનોની દિવાલો ધરાશાયી થઈ ગઈ.
અનેક ઘરોની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. ઘટના સ્થળની નજીકમાં રહતા અને લાકડાના પલંગ બનાવનાનો ઘંઘો કરતા નૌશેહરાના મીરા દેવીન, સંજના, દીપક અને રાકેશ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેમને તાત્કાલીક જોઈન્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ચારેય જણના મોત થયા હતા.
મંગળવારે સવારે અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે ગીચ વસ્તી વચ્ચે ફટાકડાનો ગોદામ કેવી રીતે બનાવવામાં આવ્યો હતો. ભૂરે ખાને આ માટે પરવાનગી લીધી હતી કે કેમ તેની તપાસ કરવી જરૂરી છે.SS1MS