Western Times News

Gujarati News

વર્ષ ૨૦૨૨માં ગૂગલ પર સૌથી વધુ પૂછાયા પાંચ પ્રશ્નો

નવી દિલ્હી, નવા વર્ષને આવકારવા સૌ કોઈ આતુર છે. ત્યારે આ વર્ષે હેલ્થને લઈને જાેરદાર ચર્ચા થઈ. આ વર્ષે ગુગલ પર સ્વાસ્થ્ય સંબંધિત કેટલાક વિષયો સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા. જેમાં કોવિડ શબ્દ ટોપ પરરહ્યો હતો. લોકોએ કોવિડને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યું હતું. વર્ષની શરૂઆતમાં મુસાફરી કરવા માટે  RTPCR રિપોર્ટની સૌથી વધુ જરૂર હતી.

તેથી જ તેને લગતા પ્રશ્નો વધુ પૂછવામાં આવ્યા હતા. ચાલો જાણીએ તે ૫ સ્વાસ્થ્ય પ્રશ્નો જે આ વર્ષે ઇન્ટરનેટ પર સૌથી વધુ પૂછાયા હતા. કોરોના રસી મેળવ્યા પછી દરેક જગ્યાએ કોવિડ રસી પ્રમાણપત્રની માંગ કરવામાં આવી હતી. જેને પગલે પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે ઇન્ટરનેટ પર આવા પ્રશ્નોનો મારો ચાલ્યો હતો. વર્ષ ૨૦૨૨માં રસીકરણ પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું તે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું હતું. આ સાથે સ્થાનિક કંપનીઓની વેક્સીનના નામ પણ ઈન્ટરનેટ પર ખૂબ સર્ચ કરવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૨૨માં અભિનેત્રી પ્રિયંકા ચોપરા સરોગસીની મદદથી માતા બની હતી. આ પછી સાઉથની અભિનેત્રી નયનતારાએ પણ સરોગસીની મદદથી જાેડિયા બાળકોને જન્મ આપ્યો.

આ સમાચારને ગૂગલ પર ખૂબ સર્ચ કરવામાં આવ્યા હતા. આ સમાચારો પછી ‘સરોગસી શું છે’ ઇન્ટરનેટ પર જાેરદાર સર્ચ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે સરોગસી એ મહિલાઓ માટે ખૂબ જ મદદરૂપ છે જેઓ ગર્ભવતી નથી થઈ શકતી અથવા તેનાથી સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા છે.તેનો સીધો અર્થ થાય છે, ‘સરોગેટ ગર્ભાશય.

ફેમિલી મેન-૨માં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર સાઉથની પ્રખ્યાત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ જણાવ્યું કે તેને માયોસિટિસ છે. આ પછી ઇન્ટરનેટ પર ‘માયોસાઇટિસ શું છે’ એવો પ્રશ્ન ઘણો પૂછવામાં આવ્યો હતો. માયોસાઇટિસ એ શરીરમાં બનતી એક દુર્લભ સ્થિતિ છે. જેમાં શરીરની માંસપેશીઓ ખૂબ જ નબળી પડવા લાગે છે અને તેમાં ખૂબ દુખાવો થાય છે.

તેનાથી પીડિત વ્યક્તિ ચાલતી વખતે ડગમગવા લાગે છે. આનાથી તે ઉભા રહીને પણ ખૂબ જ થાક અનુભવે છે. વર્ષ ૨૦૨૨માં લોકોએ હિન્દીમાં ચિયા બીજ અને અળસીના બીજ વિશે ઘણું સર્ચ કર્યું. કોવિડમાં લોકોમાં સ્વાસ્થ્ય અંગે ઘણી જાગૃતિ આવી છે. ચિયા સીડ્‌સને સુપરફૂડ માનવામાં આવે છે. એ જ રીતે અળસીના બીજનો ઉપયોગ અનેક રોગોમાં થાય છે.

અળસીના બીજ અને ચિયાના બીજની અનેક બ્રાન્ડ બજારમાં ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે ચિયા સીડ્‌સમાં નવ પ્રકારના એમિનો એસિડ હોય છે જે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ લેવલને ઘણું ઓછું કરે છે.

ગર્ભાવસ્થામાં પેટ સંબંધિત સમસ્યાઓ સામાન્ય છે. પરંતુ ઇન્ટરનેટ પર આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગૂગલના હાઉ ટુ સંબંધિત પ્રશ્નોમાં મહિલાઓનો આ પ્રશ્ન પાંચમા નંબરે ટ્રેન્ડ કરી રહ્યો હતો. ભારતમાં પ્રેગ્નન્સી દરમિયાન સ્ટોપ મોશનને લગતા પ્રશ્નો ઘણા પૂછવામાં આવ્યા હતા. ડોકટરોના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં કબજિયાત, ઝાડા જેવા ઘણા લક્ષણો જાેવા મળે છે .SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.