સુરતમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત
સુરત, હાલમાં ગુજરાતમાં હાર્ટ એટેકથી નાની વયે મોતના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં જુદા જુદા જુદા બનાવમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત થયા છે. પાંડેસરા, હજીરા અને પુણા વિસ્તારમાં પાંચ વ્યક્તિઓ અચાનક જ ઢળી પડ્યાના સમાચાર મળ્યા છે. જે લોકોના મોત થયા છે તે તમામની ઉંમર ૨૦ થી ૪૦ વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોના મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની મોતનો સિલસિલો યથાવત છે. ક્ષમતા કરતા વધુ કામ કરવાથી હૃદય પર ભારણ આવતા આવા બનાવો બને છે.
હાર્ટ એટેક અંગે જાહેર કરવામાં આવેલ સરકારી ડેટા ચેતવણી આપનારો છે. આજે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ ૧૯ પછી હૃદય રોગનું જોખમ અનેકગણું વધી ગયું છે. NCRB દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, માત્ર પાછલા વર્ષ ૨૦૨૨માં જ હાર્ટ એટેકના કેસોમાં ૧૨.૫% ??નો વધારો થયો છે.
સરકારી આંકડા અનુસાર, ૨૦૨૨માં હાર્ટ એટેકના કારણે ૩૨,૪૫૭ લોકોના મોત થયા હતા, જ્યારે ૨૦૨૧માં હાર્ટ એટેકના કારણે ૨૮,૪૧૩ લોકોના મોત થયા હતા. એક અહેવાલ મુજબ, ૨૦૨૨માં જ હાર્ટ એટેક અચાનક મૃત્યુનું ગંભીર કારણ બની ગયું છે. ૨૦૨૦ માં, ૨૮,૫૭૯ લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ ૨૦૨૧ માં આ સંખ્યા ઘટીને ૨૮,૪૧૩ પર પહોંચી હતી પરંતુ ૨૦૨૨ માં તે ફરી વધી અને સંખ્યા વધીને ૩૨,૪૫૭ થઈ ગઈ.SS1MS