Western Times News

Gujarati News

ધૌલાગિરી પર્વત પરથી લપસતાં ૫ાંચ રશિયન ક્લાઇમ્બર્સનાં મોત

ઢૂંચે, નેપાળના ૭,૦૦૦ મીટર ઉંચા ધૌલાગિરી પર્વત પરથી લપસી પડતાં પાંચ રશિયન ક્લાઇમ્બર્સનાં મોત થયાં છે. હેલી એવરેસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ મિંગમા શેરપાના જણાવ્યા અનુસાર, આ આરોહકોએ પાનખર દરમિયાન વિશ્વના આ સાતમા સૌથી ઊંચા શિખર પર ચઢવાનું શરૂ કર્યું હતું.

મિંગમા પોતે એક પર્વતારોહક છે અને ગુમ થયેલા આરોહકો માટે શરૂ કરાયેલ સર્ચ ઓપરેશનનો ભાગ હતો.મૃતકોની ઓળખ એલેક્ઝાન્ડર દુશેયકો, ઓલેગ ક્›ગ્લોવ, વ્લાદિમીર ચિસ્તિકોવ, મિખાઈલ નોસેન્કો અને દિમિત્રી શ્પિલેવોઈ તરીકે થઈ હતી. શિખર પર ચઢતી વખતે આ આરોહકોનો બેઝ કેમ્પ સાથેનો સંપર્ક સવારે છ વાગ્યે તૂટી ગયો હતો.

શેરપાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આ તમામ ક્લાઈમ્બર્સ એક દોરડાની મદદથી ૮,૧૬૭ મીટર ઊંચા શિખર તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેઓ ગુમ થઈ ગયા હતા. આ પછી હેલિકોપ્ટર દ્વારા સર્ચમાં તેઓ ૭,૭૦૦ મીટરની ઉંચાઈ પર મૃત હાલતમાં મળી આવ્યા હતાં.નેપાળના પર્યટન વિભાગના નિર્દેશક રાકેશ ગુરુંગે જણાવ્યું કે સોમવારે ખરાબ હવામાનના કારણે બચાવ કાર્ય થઈ શક્યું ન હતું.

તેમણે કહ્યું કે અન્ય એક રશિયન ક્લાઇમ્બરને હેલિકોપ્ટર દ્વારા બેઝ કેમ્પમાંથી બચાવી લેવામાં આવ્યો હતો. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મૃત આરોહકોને ઊંચાઈવાળા વિસ્તારમાંથી ક્યારે અને કેવી રીતે નીચે લાવવામાં આવશે.

દરમિયાનમાં, સોમવારે રાત્રે ઉત્તરી નેપાળના રાસુવા અને નુવાકોટ જિલ્લાની સરહદ પર સૂર્યકુંડ વિસ્તારમાં ટ્રેકિંગ કરતી વખતે પોલિશ હાઇકર, સોવિન્સ્કા અગ્નિઝ્કા (૨૩)નું પણ મૃત્યુ થયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.