ડિપ્રેશન અને ગભરાહટને છૂમંતર કરી શકે છે પાંચ ગીત
મુંબઈ, રાગ અને તાલ આ બે શબ્દો ભારતમાં માત્ર સંગીત પૂરતું મર્યાદિત નથી. કેટલાક મહાન વિદ્વાનોએ કહ્યું છે કે ભારતના દરેક તંતુમાં રાગ અને તાલ હાજર છે. ભારત રાગ અને તાલનો દેશ છે. અહીં કોઈ સંગીતથી લઈને જીવનની લય સુધીની દરેક વસ્તુમાં રાગ અને લય શોધી શકે છે. સંગીતના રાગ એટલા દમદાર છે કે તેનાથી કોઈ બીમારને તેની ઝંકારથી પથારીમાંથી ઉભા કરી શકે છે. ઘણી જગ્યાએ મ્યુઝિક ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે.
રાગના ધ્વનિની મન પર ઊંડી અસર પડે છે અને મૂડ પળવારમાં બદલાઈ જાય છે. એક રાગ છે જેનું નામ છે ‘આહિર ભૈરવ’. આ રાગમાંથી બનેલા ગીતો તમને ડિપ્રેશન અને અેંગ્ઝાઈટીનો શિકાર વ્યક્તિને પળવારમાં બહાર લાવી શકે છે. જો તમે પણ રાત્રિના સમયે એકલા રહેતા ડિપ્રેશન અને અેંગ્ઝાઈટીનો શિકાર છો, તો બોલિવૂડની ફિલ્મોમાં ફિલ્માવાયેલા આ ગીતો તમારો મૂડ સુધારી શકે છે. સલમાન ખાન અને ઐશ્વર્યા રાય સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં એક ગીત હતું. આ ગીતના બોલ હતા ‘અલબેલા સજન ઘર આયા’.
આ ગીતે રાતોરાત દેશભરના લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આ ગીત રાગ આહીર ભૈરવનું શ્રેષ્ઠ ગીત છે. આ ગીતનો ઝંકાર કાન સુધી પહોંચતા જ મન નાચવા લાગે છે. આ ગીત શંકર મહાદેવન અને કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું હતું. વર્ષ ૧૯૬૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મેરી સુરત તેરી આંખે’ ફિલ્મ ભલે આજે ૬૦ વર્ષ પછી આજે કદાચ ગુમનામ બની ગઈ છે. પરંતુ આ ફિલ્મમાં રાગ આહિર ભૈરવ પર રચાયેલ ગીત ‘પૂછો ના કૈસે મૈં’ લોકોના દિલમાં જીવંત છે.
૬૦ વર્ષ પછી પણ લોકો આ ગીતને ભૂલી શક્યા નથી. આ ગીત મન્નાડેએ કમ્પોઝ કર્યું હતું. લોકોને ફિલ્મ કરતાં આ ગીત વધુ પસંદ આવ્યું. ૧૯૭૭માં રિલીઝ થયેલી ફિલ્મ સ્વામીમાં શબાના આઝમી, ગિરીશ કર્નાડ અને ઉત્પલ દત્તે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. દિગ્દર્શક બાસુ ચેટરજીની આ ફિલ્મનું ગીત ‘કા કરું સજની’ એક ટ્રેન્ડ સેટર ગીત બની ગયું. ગીતના સુંદર શબ્દો અને મનમોહક મ્યુઝિક શાનદાર છે. જ્યારે તમે આ ગીત સાંભળશો તો ડિપ્રેશન અને ગભરાહટ કોસો દૂર જતા રહેશે.
આ ગીતની દિવાનગી ૪૫ વર્ષ બાદ પણ ઓછી નથી થઈ. આશિકી ફિલ્મ વર્ષ ૧૯૯૦માં રિલીઝ થઈ અને આખી સંગીતની દુનિયા બદલાઈ ગઈ. આ ફિલ્મના રિલીઝ બાદ સંગીતની દુનિયા પહેલા જેવી નથી રહી. આ ફિલ્મના ગીત આખા દેશમાં ધૂમ મચાવી દીધી હતી. ગીતના દમ પર ફિલ્મ સુપરહીટ રહી અને બીજીવાર પણ રીમેક બની તો બોક્સ ઓફિસ પર તૂફાન આવી ગયું. આ ફિલ્મનું ગીત ‘અબ તેરે બિન જી લેંગે હમ’ને લોકોએ દિલોમાં ખાસ જગ્યા બનાવી.
રાગ અહીર ભૈરવ પર બનેલા આ ગીતને આજે પણ સાંભળીને ઉદાસ મન પણ પ્રેમની લહેરોમાં ડૂબી જાય છે. ૧૯૮૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘એક દુઝે કે લિયે’નું એક ગીત ઘણા વર્ષો સુધી લોકોના હોઠ પર રહ્યું. આ ગીતના બોલ હતા, ‘સોલહ બરસ કી બાલી ઉમ્ર કો સલામ’. આ ગીતે સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી હતી.
રાગ આહિર ભૈરવ પર રચાયેલું આ ગીત લગભગ ૪ દાયકાથી સંગીત જગતનું રાજા રહ્યું છે. આ ગીત સાંભળીને તમારું મન પણ હલકું થઈ જશે. રાગ અહીર ભૈરવનું સંગીત ડિપ્રેશન અને ઉદાસીને દૂર કરી શકે છે.SS1Ms