હોસ્પિટલમાં ડિલિવરી પછી પાંચ મહિલાઓએ યાદશકિત ગુમાવી

(એજન્સી)રેવા, મધ્યપ્રદેશના વિધ્ય પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલ ગાંધી મેમોરીયલ હોસ્પિટલમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે અહી સીઝેરીયન ડીલીવરી બોય પાંચ મહિલાઓને પોતાની યાદશકિત ગુમાવી દીધી છે. Gandhi Memorial Hospital is the largest hospital in the Vindhy Pradesh state of Madhya Pradesh.
આ મહિલાઓ પોતાના નજીકના સંબંધીઓ અને પરીવાર સભ્યોને પણ ઓળખી શકતી નથી. આ ઘટનાની હોસ્પિટલના ડોકટરો પણ ચોકી ગયા છે. બધી અસરગ્રસ્ત મહીલાઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. આને નિષ્ણાત ડોકટરોની એક ટીમ સઘન તપાસ અને સારવારમાં રોકાયેલી છે.
આ મામલો ગાંધી મેમોરીયલ હોસ્પિટલમાં ગાયનેકોલોજી વોર્ડનો છે. શુક્રવારે અહી પાંચ મહીલાઓ પર સિઝેરીયન ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશન પછી તેણીને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવી. પરંતુ લાંબા સમય સુધી તેણી બાનમાંન આવી. જયારે પરીવારના સભ્યોને આ જોયું ત્યારે તેમની ચિતા વધી ગઈ.
વોર્ડમાં હાજર ડોકટરો સાથે વાત કર્યા પછી મહીલાઓ થોડા સમય પછી ભાનમાં આવી પરંતુ તેઓ તેમના પરીવારના સભ્યોને ઓળખી શકી નહી.
આ જોઈને પરીવાર ચિત્તિત થઈ ગયો અને તાત્કાલીક હોસ્પીટલમાં મેનેજમેન્ટને જાણ કરવામાં આવી. આ સમાચાર ફેલાતા જ હોસ્પીટલમાં હોબાળો મચી ગયો હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રાહુલ મીશ્રા તાત્કાલીક ડોકટરોની ટીમ સાથે ગાયનેકોલોજી વોર્ડમાં પહોચ્યા અને મહીલાઓની સ્થિતીને તાગ મેળવ્યો. સાવચેતીના પગલાં તરીકે પાંચેય મહીલાઓને આઈસીયુમાં ખસેડવામાં આવી હતી.
જયાં વિવિધ નિષ્ણાત ડોકટરો તેમનું નિરીક્ષણ અને સારવાર કરી રહયા છે.ડો.મિશ્રાએ જણાવ્યું હતું કે, આ મહીલાઓની હાલત હવે સ્થિર છે. જયારે બેની હાલત હજુ પણ ગંભીર છે.
અસરગ્રસ્ત મહિલાઓના પરીવારોમાં ચિંતા અને ગુસ્સો પણ છે. તાહીદઅલી અંબુજ ગુપ્તાએ જણાવ્યું. ઓપરેશન પછી અમારા દર્દી કોઈને ઓળખી શકતા નથી. ડોકટરોએ તેનીસારવાર કરી રહયા છે. પરંતુ તે કયારે સ્વસ્થ્ય થશે તે કહી શકતા નથી.
પરીવારના સભ્યો કહે છ. કે આવી પરીસ્થિતી પહેલા કયારેય જોવા મળી નથી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રાહુલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ઓપરેશન પછી મહીલાઓની યાદશકિત ગુમાવવાની સમસ્યા સામે આવી છે.
અમે આ સ્થિતી પાછળના કારણો શોધવા માટે સંપૂર્ણ તપાસ કરી રહયા છીએ. ઓપરેશનમાં વપરાતી દવાઓ અને તેમના ડોઝની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં મહીલાઓની સ્થિતી સ્થિર છે. અને તેમને વધુ સારી સારવાર આપવામાં આવી રહી છે.
તેમણે ખાતરી આવી હતી કે આ મામલાને સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. અને કારણો શોધી કાઢવામાં આવશે. આ ઘટના માત્ર હોસ્પિટલમાં જ નહી પરંતુ તબીબી ક્ષેત્રરમાં પણ ચર્ચાનો વિષય બની શકે છે.