SIMI ઉપર વધારવામાં આવ્યો પાંચ વર્ષનો પ્રતિબંધ
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે વધાર્યો છે. ગૃહ મંત્રાલયે સોમવારે (૨૯ જાન્યુઆરી) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ દ્વારા આ પ્રતિબંધને લંબાવવાના આદેશની માહિતી શેર કરી હતી.
ગૃહ મંત્રાલયે પોસ્ટમાં લખ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો ટોલરન્સ અભિગમ હેઠળ ‘સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા’ને આગામી પાંચ વર્ષ માટે યુએપીએ હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સિમી ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને જાેખમમાં નાખવા, આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
ગયા વર્ષે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમી) પરના પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે સિમી ભારતીય રાષ્ટ્રવાદની વિરુદ્ધ છે.
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ભારતમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા કોઈપણ સંગઠનને અસ્તિત્વમાં રહેવાની મંજૂરી આપી શકાય નહીં. કેન્દ્રએ તેના સોગંદનામામાં આરોપ મૂક્યો છે કે સિમીના ઉદ્દેશ્યો દેશના કાયદાની વિરુદ્ધ છે, કારણ કે સંગઠનનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોને ઇસ્લામના પ્રચારમાં એકઠા કરવાનો અને જેહાદ માટે સમર્થન મેળવવાનો છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે ઘણા વર્ષોથી પ્રતિબંધિત હોવા છતાં સિમી વિવિધ સંગઠનો મારફતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેથી તેની સામે નવો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે તે સિમી પર પ્રતિબંધ લગાવવાના કેન્દ્ર સરકારના ર્નિણયને પડકારતી અરજીને ફગાવી દે. SS2SS